• BCCIએ વર્ષ 2023-24 માટે ખેલાડીઓના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કર્યા
  • ગયા વર્ષની સરખામણીમાં આ કોન્ટ્રાક્ટમાં ઘણા ફેરફારો જોવા મળ્યા
  • ઈશાન કિશન અને શ્રેયસ ઐયરને લઈને ચર્ચાઓ શરૂ થઈ

BCCIએ વર્ષ 2023-24 માટે ખેલાડીઓના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કર્યા છે. ગયા વર્ષની સરખામણીમાં આ કોન્ટ્રાક્ટમાં ઘણા ફેરફારો જોવા મળી રહ્યા છે. ગત વર્ષે BCCIના કોન્ટ્રાક્ટમાં ન હતા તેવા ઘણા ખેલાડીઓને પણ તક મળી છે. આ સિવાય ઘણા એવા ખેલાડીઓ છે જેમને ગત વર્ષે BCCIના કોન્ટ્રાક્ટમાં સામેલ કરવામાં આવ્યા હતા, પરંતુ આ વર્ષે તેઓને પડતા મૂકવામાં આવ્યા છે. ઘણા ખેલાડીઓની સ્થિતિ પણ અપગ્રેડ કરવામાં આવી છે. કેટલાક એવા ખેલાડીઓ છે જે ગયા વર્ષે નીચલા ગ્રેડમાં હતા, પરંતુ આ વર્ષે તે ખેલાડીને પ્રમોશન આપવામાં આવ્યું છે.


ઉમેશ, રહાણે અને પુજારા પણ આઉટ

કોન્ટ્રાક્ટ જાહેર થયા બાદથી ઈશાન કિશન અને શ્રેયસ ઐયરને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ખેલાડીઓને કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી હટાવતા એવી ચર્ચાઓ શરૂ થઇ છે કે તેમની સાથે સારું થયું કે ખરાબ. આ સિવાય કુલદીપ યાદવના પદને લઈને પણ ચર્ચા ચાલી રહી છે. ચાહકોનું માનવું છે કે જ્યારે હાર્દિક પંડ્યાને લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહ્યા બાદ પણ ગ્રેડ Aમાં રાખવામાં આવ્યો છે, તો પછી કુલદીપ યાદવને ગ્રેડ Aમાં કેમ રાખવામાં આવ્યો નથી, કુલદીપ પણ ત્રણેય ફોર્મેટ રમે છે. ઐયર અને ઈશાન સિવાય અજિંક્ય રહાણે, ચેતેશ્વર પૂજારા અને ઉમેશ યાદવને પણ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરવામાં આવ્યા છે.


આટલો બદલાયો BCCIનો કોન્ટ્રાક્ટ

વર્ષ 2022-23 માટે A+ ગ્રેડનો કરાર

  • રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા.

વર્ષ 2023-24 માટે A+ ગ્રેડનો કરાર

  • રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા.

વર્ષ 2022-23 માટે A ગ્રેડ કરાર

  • હાર્દિક પંડ્યા, આર અશ્વિન, મોહમ્મદ શમી, રીષભ પંત અને અક્ષર પટેલ.

વર્ષ 2023-24 માટે A ગ્રેડ કરાર

  • રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, કેએલ રાહુલ, શુભમન ગિલ અને હાર્દિક પંડ્યા.

વર્ષ 2022-23 માટે B ગ્રેડ કરાર

  • ચેતેશ્વર પુજારા, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, મોહમ્મદ સિરાજ, સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલ.

વર્ષ 2023-24 માટે B ગ્રેડ કરાર

  • સૂર્યકુમાર યાદવ, રીષભ પંત, કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને યશસ્વી જયસ્વાલ.

વર્ષ 2022-23 માટે C ગ્રેડનો કરાર

  • ઉમેશ યાદવ, શિખર ધવન, શાર્દુલ ઠાકુર, ઈશાન કિશન, દીપક હુડા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, કેએસ ભરત

વર્ષ 2023-24 માટે C ગ્રેડનો કરાર

  • રિંકુ સિંહ, તિલક વર્મા, રૂતુરાજ ગાયકવાડ, શાર્દુલ ઠાકુર, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, જીતેશ શર્મા, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, કેએસ ભરત, પ્રસીદ્ધ કૃષ્ણા, આવેશ ખાન અને રજત પાટીદાર.
  • Follow us on: