• ભારતમાં IPLને લઈને ભારે ઉત્સાહ જોવા મળે છે
  • મેગા ઓક્શન પહેલા BCCI અને IPL ફ્રેન્ચાઇઝીસ વચ્ચે બેઠક થશે
  • બોર્ડ અને ટીમના માલિકો વચ્ચે આ બેઠક 31 જુલાઈના રોજ બેઠક

ભારતમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLને લઈને ભારે ઉત્સાહ જોવા મળે છે. ચાહકો IPL પર તેમના પ્રેમનો ભારે વરસાદ કરે છે. આ ગ્રાન્ડ લીગની આગામી સિઝન પહેલા એક મેગા ઓક્શન યોજાવાની છે, જેના વિશે મોટી માહિતી સામે આવી રહી છે. IPL 2025 મેગા ઓક્શન પહેલા BCCI અને IPL ફ્રેન્ચાઇઝીસ વચ્ચે બેઠક થવાની છે. બોર્ડ અને ટીમના માલિકો વચ્ચે આ બેઠક 31 જુલાઈના રોજ થઈ શકે છે.

31 જુલાઈએ બોર્ડ અને ફ્રેન્ચાઈઝી વચ્ચે બેઠક થશે

એક અહેવાલ મુજબ 31 જુલાઈના રોજ BCCI અને IPL ફ્રેન્ચાઈઝી વચ્ચે બેઠક થશે. જો કે આ બેઠક કયા સ્થળે યોજાશે તે હજુ નક્કી કરવામાં આવ્યું નથી. પરંતુ અહેવાલો અનુસાર, આ બેઠક મુંબઈના વાનખેડે સ્ટેડિયમ સ્થિત BCCI મુખ્યાલયમાં થઈ શકે છે. રિપોર્ટ અનુસાર IPL CEO હેમાંગ અમીને તમામ ફ્રેન્ચાઈઝી માલિકોને મીટિંગ માટે આમંત્રણ પણ મોકલ્યું છે.

રિટેન્શનને લઇ નિર્ણય લેવામાં આવશે

IPL મેગા ઓક્શન પહેલા ફ્રેન્ચાઈઝી કેટલા ખેલાડીઓને જાળવી શકશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી. ફ્રેન્ચાઇઝી અને બોર્ડ વચ્ચેની બેઠકમાં આ બાબતે નિર્ણય લેવામાં આવી શકે છે. વાસ્તવમાં, કેટલીક IPL ફ્રેન્ચાઇઝી 8 ખેલાડીઓને જાળવી રાખવાની પરવાનગી માંગે છે. BCCI ફ્રેન્ચાઇઝીને આ પરવાનગી આપવા માંગતું નથી.


જો બોર્ડ તમામ ટીમોને આ પરવાનગી આપે છે, તો વિદેશી અને ભારતીય ખેલાડીઓ સહિત કુલ 80 ખેલાડીઓને રિટેન કરવામાં આવશે અને તેઓ IPL-2025ની મેગા ઓક્શનમાં જોવા નહીં મળે. આવી સ્થિતિમાં, હરાજીની ઉત્તેજના ઘણી ઓછી થઈ શકે છે. આને ધ્યાનમાં રાખીને બોર્ડ દરેક ફ્રેન્ચાઇઝીને 4 થી 5 ખેલાડીઓને રિટેન કરવાની મંજૂરી આપી શકે છે.

  • Follow us on: