• ભારત અને શ્રીલંકા વચ્ચે યોજાનારી પહેલી ટી20 મેચમાં વિકેટકીપર કોણ બનશે
  • કોચ ગૌતમ ગંભીર પ્લેઈંગ ઈલેવનમાં બે વિકેટકીપરમાંથી કોને તક આપશે
  • ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ગૌતમ ગંભીરની સામે નેટમાં જોરશોરથી પ્રેક્ટિસ કરી રહ્યા છે

ભારતીય ટીમ તેના શ્રીલંકા પ્રવાસની શરૂઆત ટી20 સિરીઝથી કરવા જઈ રહી છે. સિરીઝની પહેલી મેચ 27મી જુલાઈએ રમાશે. જેના માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ગૌતમ ગંભીરની સામે નેટમાં જોરશોરથી પ્રેક્ટિસ કરી રહ્યા છે.

ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીર પણ આ સીરિઝથી પોતાના કાર્યકાળની શરૂઆત કરવા જઈ રહ્યા છે. ગંભીર પહેલી ટી20 મેચમાં કયો વિકેટકીપર તક આપશે તે મોટો સવાલ છે. વિકેટકીપરની યાદીમાં 2 ખેલાડીઓના નામ સામેલ છે.

ગંભીર આ સિરીઝમાં ક્યા ખેલડીની આપશે તક?

શ્રીલંકા પ્રવાસ પર રમાનારી ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં બે-બે વિકેટકીપર બેટ્સમેનને તક મળી છે. પરંતુ આ બે વિકેટકીપરમાંથી માત્ર એક જ પ્લેઈંગ ઈલેવનમાં રમતો જોવા મળી શકશે. તમને જણાવી દઈએ કે આ બે વિકેટકીપરમાં રિષભ પંત અને સંજુ સેમસનનો સમાવેશ થાય છે. આ બંને ખેલાડીઓને ટી20 વર્લ્ડકપ 2024માં પણ સામેલ કરવામાં આવ્યા હતા, પરંતુ માત્ર રિષભ પંતને જ વર્લ્ડકપમાં રમવાની તક મળી, જ્યારે સંજુ આખી ટૂર્નામેન્ટમાંથી બહાર બેસી રહ્યો.

 

 

પંતનું પલડું ભારે

સંજુ સેમસનને ટીમમાં તક મળે છે પરંતુ પ્લેઈંગ ઈલેવનમાં સંજુને ઘણી ઓછી તક આપવામાં આવે છે. પોતાની છેલ્લી વનડે મેચમાં સદી ફટકાર્યા બાદ પણ સંજુને શ્રીલંકા પ્રવાસની વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. હવે ફરી એકવાર સંજુની જગ્યાએ પંતને પ્લેઈંગ ઈલેવનમાં તક મળે તેવી શક્યતા છે. જો પંતને તક મળશે તો તે નંબર 3 પર પણ બેટિંગ કરતો જોવા મળશે. આ સિવાય સંજુ જમણા હાથનો બેટ્સમેન છે અને પંત ડાબા હાથનો બેટ્સમેન છે, આવી સ્થિતિમાં ગૌતમ ગંભીર ડાબા હાથના બેટ્સમેનની પસંદગી કરી શકે છે.

  • Follow us on: