- ટી20 સિરીઝની પહેલા શ્રીલંકન ટીમની મુશ્કેલીઓ વધી રહી છે
- શ્રીલંકન ટીમનો અન્ય એક સ્ટાર ખેલાડી ઈજાગ્રસ્ત થયો છે
- ટીમનો વધુ એક સ્ટાર ખેલાડી ઈજાના કારણે ટી20 સિરીઝમાંથી બહાર થયો
ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની ટી20 સિરીઝ 27 જુલાઈથી શરૂ થઈ રહી છે. આ સિરીઝ પહેલા શ્રીલંકાને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો અન્ય એક સ્ટાર ખેલાડી ઈજાગ્રસ્ત થયો છે અને તે આખી ટી20 સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. જે બાદ હવે સીરીઝની શરૂઆત પહેલા જ શ્રીલંકન ટીમની મુશ્કેલીઓ વધવા લાગી છે.
ઝડપી બોલર સિરીઝમાંથી બહાર
શ્રીલંકન ટીમના ફાસ્ટ બોલર નુવાન તુશારાના ડાબા હાથની આંગળી તૂટી ગઈ છે. જેના કારણે તે ભારત સાથેની ટી20 સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. મીડિયા રિપોર્ટ મુજબ ટીમ મેનેજર મહિન્દા હલાંગોડાએ કહ્યું કે નુવાનને ડાબા હાથમાં ઈજા થઈ છે પરંતુ તે બોલિંગ કરી શકતો નથી. કારણ કે ઈજા વધુ ગંભીર છે જેના કારણે તેને ટી20 સિરીઝમાંથી બહાર રાખવામાં આવી શકે છે. ફિલ્ડિંગ પ્રેક્ટિસ દરમિયાન નુવાનની આંગળી તૂટી ગઈ હતી.
દુષ્મંથા ચમીરા પણ સિરીઝમાંથી થયો બહાર
આ પહેલા બુધવારે શ્રીલંકાની ટીમને વધુ એક મોટો ઝટકો લાગ્યો હતો. દુષ્મંથા ચમીરા બીમારીના કારણે ટી20 સિરીઝમાંથી બહાર થઈ ગયો હતો. જેના કારણે ટી20 સીરીઝ માટે દુષ્મંથા ચમીરાની જગ્યાએ અસિથા ફર્નાન્ડોને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. હાલમાં શ્રીલંકન ટીમ સામે મોટો સવાલ એ છે કે નુવાન તુશારાના સ્થાને કયા ખેલાડીને ટીમમાં સામેલ કરવામાં આવે. રિપોર્ટ મુજબ આ સિરીઝ માટે દિલશાન મદુશંકાને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.
ટી20 સિરીઝનું શેડ્યૂલ
27 જુલાઈ, પહેલી ટી20 મેચ
28 જુલાઈ, બીજી ટી20 મેચ
30 જુલાઈ, ત્રીજી ટી20 મેચ