ભારતીય કેપ્ટન તરીકે પોતાની શાનદાર ભૂમિકા ભજવી રહેલો રોહિત શર્મા હાલમાં ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝની તૈયારી કરી રહ્યો છે. હાલમાં, રોહિત બંને ફોર્મેટમાં આક્રમક બેટિંગ કરે છે. ટેસ્ટ હોય કે વનડે, હવે તે દરેક જગ્યાએ આક્રમક બેટિંગ કરતો જોવા મળે છે. કદાચ આ જ કારણ છે કે તેણે સિક્સર મારવામાં ભારતના સૌથી સફળ ફિનિશર એમએસ ધોનીને પાછળ છોડી દીધો છે.


રોહિતે T20માંથી લીધી નિવૃતિ

ભારતીય કેપ્ટને હાલમાં જ T20 વર્લ્ડ કપ જીત્યા બાદ T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે. પરંતુ તે ODI અને ટેસ્ટમાં પણ T-20 સ્ટાઈલમાં બેટિંગ કરી રહ્યો છે. આ દિવસોમાં રોહિતની નજર ન્યુઝીલેન્ડ સામેની સીરીઝ પર છે. રોહિત આ સિરીઝ જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમનું સ્થાન નિશ્ચિત કરવા માંગે છે. ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ ટેસ્ટ મેચ 16 ઓક્ટોબરે રમાશે. આ પહેલા ભારતે બાંગ્લાદેશને ટેસ્ટ સિરીઝમાં 2-0થી હરાવ્યું હતું.

રોહિતે ફટકાર્યા સૌથી વધુ સિક્સ

ત્રણેય ફોર્મેટમાં રોહિતનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તે ભારત માટે સૌથી વધુ સિક્સર ફટકારનાર ખેલાડી છે. આ સિવાય તે સૌથી વધુ છગ્ગા મારવાના મામલે પણ વિશ્વમાં પ્રથમ સ્થાને છે. રોહિતે તેની આંતરરાષ્ટ્રીય કરિયરમાં અત્યાર સુધી 485 મેચમાં કુલ 623 સિક્સર ફટકારી છે. IPLમાં તેણે અત્યાર સુધી રમાયેલી 257 મેચોમાં 280 સિક્સર ફટકારી છે. સિક્સર ફટકારવાની બાબતમાં તે એમએસ ધોની અને વિરાટ કોહલી કરતા ઘણો આગળ છે. કેપ્ટન કૂલે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 538 મેચમાં 359 છગ્ગા ફટકાર્યા હતા. વિરાટ કોહલીની વાત કરીએ તો તેણે અત્યાર સુધી રમાયેલી 535 આંતરરાષ્ટ્રીય મેચોમાં 302 સિક્સર ફટકારી છે.

રોહિતનું કરિયર

રોહિતની કારકિર્દી શાનદાર રહી છે. તેણે અત્યાર સુધી રમાયેલી 61 ટેસ્ટ મેચોમાં 43.98ની એવરેજથી 4179 રન બનાવ્યા છે. તેણે 265 ODI મેચોમાં 10886 રન બનાવ્યા છે, જ્યારે 159 T-20 મેચોમાં 4231 રન બનાવ્યા છે.


  • Follow us on: