- શુભમન ગિલને વનડે રેંકિંગમાં ફાયદો
- શુભમન ગિલ નંબર 4 પર પહોંચ્યો
- ટોપ 10માં માત્ર 2 ભારતીય ખેલાડી
ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર શુભમન ગિલે અનેક મેચમાં સારૂં પ્રદર્શન કર્યું છે. તેમણે વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ વનડે સીરિઝની ત્રીજી મેચમાં 85 રનની ઈનિંગ રમી હતી. જે બાદ T-20 સીરિઝની ચોથી મેચમાં 77 રન બનાવ્યા હતા, ત્યારે ગિલને હવે વનડે રેકિંગમાં મોટો ફાયદો થયો છે. તે ICCની વનડે રેંકિંગમાં ચોથા સ્થાને પહોંચ્યો છે. હવે તેમની અને રોહિત શર્મા વચ્ચે 4 સ્થાનનો ફરક છે. કોહલી આ મામલે નંબર 9 પર છે.
શુભમન અને કોહલીને ટોપ 10માં મળ્યું સ્થાન
ICCની બેટ્સમેનની વનડે રેંકિંગમાં ટોપ 10માં માત્ર શુભમન અને કોહલી છે. રોહિત શર્મા ટોપ 10થી બહાર થયો છે. શુભમન પાસે 743 પોઈન્ટ્સ છે. પાકિસ્તાનના બાબર આઝમ વનડેમાં ટોપ પર છે. બાબર પાસે 880 પોઈન્ટ્સ છે. દક્ષિણ આફ્રિકાના રાસી વેન ડુસેન બીજા નંબર છે. ઈમામ-ઉલ-હક નંબર 3 પર છે.
ભારતના 2 બોલરે પણ ટોપ 10માં મેળવી જગ્યા
વનડેમાં બોલિંગની રેંકિંગની વાત કરવામાં આવે તો, મોહમ્મદ સિરાઝ અને કુલદીપ યાદવ ટોપ 10માં સામેલ છે. સિરાઝ 670 પોઈન્ટ્સ સાથે નંબર 5 પર છે. તેમને એક સ્થાનનું નુકસાન થયું છે. કુલદીપ નંબર 10 પર છે. તેમની પાસે 622 પોઈન્ટ્સ છે. જોશ હેઝલવુડ ટોપ પર છે. તેમની પાસે 705 પોઈન્ટ્સ છે. મિચેલ સ્ટાર્ક બીજા નંબર પર છે. તેમની પાસે 686 પોઈન્ટ્સ છે. અફઘાનિસ્તાનના મુઝીબ ઉર રહેમાન ત્રીજા નંબર પર છે.
વનડે ટીમ રેંકિંગમાં ભારત ત્રીજા નંબર પર
ઉલ્લેખનીય છે કે, વનડે ટીમ રેંકિંગમાં ભારત ત્રીજા નંબર પર છે. ભારતને 113 રેટિંગ પોઈન્ટ્સ મળ્યા છે. પાકિસ્તાન બીજા નંબર પર છે. પાકિસ્તાનને 116 રેટિંગ પોઈન્ટ્સ મળ્યા છે. ઓસ્ટ્રેલિયા 118 રેટિંગ સાથે ટોપ પર છે. ટીમ ઈન્ડિયા T-20માં ટોપ પર છે. તેની પાસે 264 રેટિંગ છે. આમાં ઈંગ્લેન્ડ બીજા નંબર અને ન્યૂઝીલેન્ડ ત્રીજા નંબર પર છે.