• ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીત્યો
  • ICC T20 રેન્કિંગમાં તમામ ભારતીય બોલરોને નુકસાન
  • ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ટોપ-100માં પણ સામેલ નથી

ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને 7 રને હરાવીને T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીત્યો હતો. ટીમ ઈન્ડિયા આખી ટૂર્નામેન્ટમાં અજેય રહી હતી અને એક પણ મેચ હારી ન હતી. જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ અને અર્શદીપ સિંહે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ટીમ ઈન્ડિયા માટે સારું પ્રદર્શન કર્યું હતું. પરંતુ ICC દ્વારા જાહેર કરવામાં આવેલ બોલરોની નવી T20 રેન્કિંગમાં તમામ ભારતીય બોલરોને નુકસાન થયું છે. જેઓ T20 વર્લ્ડકપ 2024માં ટીમ ઈન્ડિયા માટે રમ્યા હતા.

1. અક્ષર પટેલ

બોલરોની વર્તમાન ICC T20 રેન્કિંગમાં અક્ષર પટેલ બે સ્થાન નીચે આવી ગયો છે. હાલમાં તે 9મા નંબર પર છે. તેના 644 રેટિંગ પોઈન્ટ છે. જ્યારે T20 વર્લ્ડકપમાં તેણે 9 વિકેટ ઝડપી હતી.

2. કુલદીપ યાદવ

T20 વર્લ્ડકપ 2024ના પહેલા રાઉન્ડમાં કુલદીપ યાદવને તક મળી ન હતી. પરંતુ આ પછી તેને સુપર-8માં તક મળી હતી. તેણે આ તકને બંને હાથે પકડી લીધી અને ટીમ માટે સારું પ્રદર્શન કર્યું. તેણે કુલ 10 વિકેટ પોતાના નામે કરી. તે હાલમાં ICC T20 રેન્કિંગમાં 11મા નંબર પર પહોંચી ગયો છે. તેણે 3 સ્થાનનું નુકસાન થયું છે અને તેના 641 રેટિંગ પોઈન્ટ છે.

3. જસપ્રીત બુમરાહ

જસપ્રીત બુમરાહે T20 વર્લ્ડકપમાં શાનદાર બોલિંગ કરી હતી. આ કારણોસર તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ મળ્યો હતો. તેણે 15 વિકેટ પોતાના નામે કરી હતી. પરંતુ ICC T20 રેન્કિંગમાં તે 2 સ્થાન નીચે સરકીને 14માં સ્થાને આવી ગયો છે. હાલમાં તેના 627 રેટિંગ પોઈન્ટ છે.

4. અર્શદીપ સિંહ

અર્શદીપ સિંહ T20 વર્લ્ડકપ 2024માં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે ટીમ ઈન્ડિયા માટે કુલ 17 વિકેટ લીધી હતી. પરંતુ ICC T20 રેન્કિંગમાં તેને પાંચ સ્થાનનું નુકસાન થયું છે અને તે 19માં નંબર પર છે. તેના 622 રેટિંગ પોઈન્ટ છે.

5. હાર્દિક પંડ્યા

હાર્દિક પંડ્યાએ T20 વર્લ્ડકપ 2024માં કુલ 10 વિકેટ ઝડપી હતી. તેણે સાઉથ આફ્રિકા સામેની ફાઈનલ મેચમાં છેલ્લી ઓવર નાખી અને ટીમ ઈન્ડિયાને જીત અપાવી. બોલરોની ICC T20 રેન્કિંગમાં તે 4 સ્થાન નીચે 57માં સ્થાને આવી ગયો છે. તેના 475 રેટિંગ પોઈન્ટ છે.

6. મોહમ્મદ સિરાજ

મોહમ્મદ સિરાજે ICC T20 રેન્કિંગમાં એક સ્થાન ગુમાવ્યું છે. તે 73મા ક્રમે છે અને તેના 435 રેટિંગ પોઈન્ટ છે. સિરાજ T20 વર્લ્ડકપ 2024માં માત્ર એક જ વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. સિરાજને સુપર-8 રાઉન્ડમાં રમવાની તક મળી ન હતી. તેના સ્થાને કુલદીપ યાદવને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી છે.

7. રવિન્દ્ર જાડેજા

T20 વર્લ્ડકપ 2024માં તમામ મેચ રમનાર રવિન્દ્ર જાડેજા ટોપ-100માં પણ સામેલ નથી. રવિન્દ્ર જાડેજાને ઓલરાઉન્ડરોની T20 રેન્કિંગમાં પણ હારનો સામનો કરવો પડ્યો છે. તે ચાર સ્થાન ખસકીને 90માં નંબર પર આવી ગયો છે. હાલમાં તેના 44 રેટિંગ પોઈન્ટ છે.

  • Follow us on: