- વરસાદના વિઘ્ન વચ્ચે રમાયેલ મુકાબલામાં ભારતની જીત
- DLS પદ્ધતિ અનુસાર ભારત 5 રનથી જીત્યું
- ભારત સામે આયર્લેન્ડને જીતવા 156 રનનો ટાર્ગેટ હતો
મહિલા T20 વર્લ્ડ કપમાં આજે ભારત અને આયર્લેન્ડ વચ્ચેની કરો યા મરો મુકાબલામાં ભારતે આયર્લેન્ડને 5 રનથી હરાવી સેમિ ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. વરસાદના વિઘ્ન વચ્ચે રમાયેલ મેચમાં DLS પદ્ધતિ હેઠળ ભારતે જીત મેળવી હતી. વરસાદના કારણે મેચ રોકવામાં આવી ત્યારે આયર્લેન્ડનો સ્કોર 8.2 ઓવરમાં 54/2 હતો. ભારતને મેચ જીતવા આઠ વિકેટ અને આયર્લેન્ડને 70 રનની જરૂર હતી. જે બાદ વરસાદ બંધ ના થતા અંતે DLS પદ્ધતિ હેઠળ ભારતને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું.
આયર્લેન્ડને જીતવા 156 રનનો ટાર્ગેટ
મહિલા T20 વર્લ્ડ કપમાં આયર્લેન્ડ સામે ભારતે ટોસ જીતી પહેલા બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 155 રન બનાવ્યા હતા અને આયર્લેન્ડને જીતવા 156 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ 87 જ્યારે શેફાલી વર્માએ 24 રન બનાવ્યા હતા. આયર્લેન્ડ તરફથી લૌરા ડેલાનીએ ત્રણ અને ઓર્લા પ્રેન્ડરગાસ્ટે બે વિકેટ ઝડપી હતી.
ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય
દક્ષિણ આફ્રિકામાં ચાલી રહેલા મહિલા T20 વર્લ્ડ કપમાં આજે ભારત અને આયર્લેન્ડ વચ્ચે મેચ યોજાશે. મેચ પહેલા બંને દેશની કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો જેમાં ભારતની સુકાની હરમનપ્રીતે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને આયર્લેન્ડની ટીમને પહેલા બોલિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.
બંને ટીમની પ્લેઇંગ 11:
ટીમ ઇન્ડિયા:
હરમનપ્રીત કૌર (કેપ્ટન), રિચા ઘોષ (વિકેટકીપર), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, શિખા પાંડે, રાધા યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, રેણુકા ઠાકુર સિંઘ, દેવિકા વૈદ્ય, હરલીન દેઓલ, અંજલિ સરવાણી, યસ્તિકા ભાટિયા
આયર્લેન્ડ:
લૌરા ડેલાની (કેપ્ટન), મેરી વોલ્ડ્રોન (વિકેટકીપર), એમી હન્ટર, ગેબી લેવિસ, ઓર્લા પ્રેન્ડરગાસ્ટ, એઇમિયર રિચાર્ડસન, લુઇસ લિટલ, આર્લેન કેલી, લેહ પોલ, કારા મુરે, જેન મેગુઇર, જ્યોર્જીના ડેમ્પ્સી, રશેલ ડેલેની, સોફી મેકમોહન, શૌના કાવનાહ
છેલ્લી મેચમાં ભારતનો ઇંગ્લેન્ડ સામે પરાજય
પોર્ટ એલિઝાબેથમાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાનો 11 રનથી ઇંગ્લેન્ડ સામે પરાજય થયો હતો. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઇંગ્લેન્ડે 20 ઓવરમાં સાત વિકેટે 151 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયા 20 ઓવરમાં પાંચ વિકેટે 140 રન જ બનાવી શકી હતી.