• પાકિસ્તાન ક્રિકેટ ટીમ તેના ખરાબ પ્રદર્શનના કારણે ટ્રોલ થઈ રહી છે
  • પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને પીસીબી પર નિશાન સાધ્યું છે
  • ઈમરાન ખાને તેના માટે ટીમ મેનેજમેન્ટને જવાબદાર ઠેરવ્યું છે

આ દિવસોમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમ તેના ખરાબ પ્રદર્શન માટે સતત ટીકાઓનો સામનો કરી રહી છે. બાંગ્લાદેશની 10 વિકેટે કારમી હાર બાદ પાકિસ્તાની ખેલાડીઓની સાથે PCB પણ ચાહકો અને ભૂતપૂર્વ ક્રિકેટરોના રોષનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાન ટીમના પૂર્વ કેપ્ટન અને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને પીસીબી પર નિશાન સાધ્યું છે અને આ હારને શરમજનક ગણાવી છે.

ઈમરાન ખાન હાલમાં રાવલપિંડીની અદિયાલા જેલમાં સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહ્યો છે. ત્યાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન ઇમરાને પાકિસ્તાનની સિનિયર ટીમના વર્તમાન નિરાશાજનક પ્રદર્શન વિશે ખુલીને વાત કરી અને તેના માટે ટીમ મેનેજમેન્ટને જવાબદાર ઠેરવ્યું છે.

ઈમરાન ખાને PCBની કરી આકરી ટીકા

અઢી વર્ષ પહેલા આ ટીમે ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલરે આગળ લખ્યું, પ્રથમ વખત T20 વર્લ્ડકપમાં ટોપ ચાર અથવા ટોપ આઠમાં સ્થાન મેળવી શક્યા નહોતા અને ગઈકાલે (25 ઓગસ્ટ) અમને બાંગ્લાદેશ સામે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે વિશ્વમાં પાકિસ્તાન ક્રિકેટની ફજેતી થઈ રહી છે. માત્ર અઢી વર્ષ પહેલા આ ટીમે ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. આ અઢી વર્ષમાં શું થયું કે આપણે બાંગ્લાદેશ સામે 10 વિકેટે હારી ગયા? આ સમગ્ર ઘટાડા માટે માત્ર એક જ બોર્ડ જવાબદાર છે.

1992માં પાકિસ્તાનને વર્લ્ડકપ જીતાડનાર ઈમરાન ખાને અગાઉ PCBના અધ્યક્ષ મોહસિન નકવી પર પણ ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. નકવી ફેબ્રુઆરી 2024માં PCBના અધ્યક્ષ બન્યા હતા અને તેમની પાસે પાકિસ્તાન સરકારમાં ગૃહ મંત્રીનું પદ પણ છે.

પાકિસ્તાને ટેસ્ટ ફોર્મેટમાં બાંગ્લાદેશ સામે પ્રથમ જીત નોંધાવી હતી

ઉલ્લેખનીય છે કે રાવલપિંડીમાં બાંગ્લાદેશના હાથે પાકિસ્તાનને 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ટેસ્ટ ફોર્મેટમાં પાકિસ્તાન સામે બાંગ્લાદેશની આ પ્રથમ જીત હતી. આ હાર બાદ પાકિસ્તાનનું ટીમ મેનેજમેન્ટ શંકાના દાયરામાં આવી ગયું છે.

  • Follow us on: