- BCCIના સચિવ જય શાહને મોટી જવાબદારી મળી છે
- જય શાહ ICCના આગામી અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાયા
- 1 ડિસેમ્બર 2024 થી ICCનું પ્રતિષ્ઠિત પદ સંભાળશે
ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICCની કમાન એક ભારતીયના હાથમાં આવી ગઈ છે. વાસ્તવમાં, જય શાહ ICCના આગામી અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાયા છે. જય શાહ ઓક્ટોબર 2019 થી BCCI સેક્રેટરી અને જાન્યુઆરી 2021થી એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC ના અધ્યક્ષ પદ પર હતા પરંતુ હવે તેઓ 1 ડિસેમ્બર, 2024 થી ICC નું પ્રતિષ્ઠિત પદ સંભાળશે. તે ICCનું સૌથી મોટું પદ સંભાળનાર સૌથી યુવા વ્યક્તિ હશે.વર્તમાન પ્રમુખ ગ્રેગ બાર્કલેએ ત્રીજી મુદત સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, જેનાથી શાહને પ્રમુખ તરીકે ચૂંટવાનો માર્ગ મોકળો થયો હતો.
અધ્યક્ષ બન્ચા બાદ શું કહ્યું?
ICC પ્રમુખ બન્યા બાદ શાહે ક્રિકેટની વૈશ્વિક પહોંચ અને લોકપ્રિયતા વધારવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો. શાહે કહ્યું કે તેઓ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના પ્રમુખ બનવાથી ખૂબ જ ખુશ છે. તે ક્રિકેટને વધુ વૈશ્વિક બનાવવા માટે ICC ટીમ અને સભ્ય દેશો સાથે મળીને કામ કરવા પ્રતિબદ્ધ છે.
તેમણે જણાવ્યું હતું કે ICC એક નિર્ણાયક મોરચે ઊભું છે જ્યાં ત્રણેય ફોર્મેટ વચ્ચે સંતુલન જાળવવું, અદ્યતન તકનીકોને અપનાવવા અને નવા વૈશ્વિક બજારોમાં મોટી ઘટનાઓનો પરિચય કરાવવો મહત્વપૂર્ણ છે. તેણે કહ્યું કે તેનો હેતુ ક્રિકેટને પહેલા કરતા વધુ લોકપ્રિય બનાવવાનો છે.
પાકિસ્તાન પર લેશે મોટો નિર્ણય?
જય શાહના અધ્યક્ષ બનતાની સાથે જ પાકિસ્તાન સૌથી વધુ ટેન્શન અનુભવવા લાગ્યું છે. પહેલેથી જ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ICCમાં ભારતીય બોર્ડના વર્ચસ્વ વિશે ફરિયાદ કરી રહ્યું છે હવે શાહના અધ્યક્ષ બનતાં પાકિસ્તાન વધુ ચિંતિત બની રહ્યું છે. તેનું સૌથી મોટું કારણ પાકિસ્તાનમાં આવતા વર્ષે યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી છે.
આ ટૂર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાના પાકિસ્તાન જવાને લઈને પહેલાથી જ સવાલો ઉઠી રહ્યા છે, જેના કારણે ટૂર્નામેન્ટ સંપૂર્ણપણે પાકિસ્તાનમાં યોજાવાની કોઈ શક્યતા નથી, પરંતુ પીસીબીને આશા હતી કે ICC કોઈક રીતે BCCIને આ માટે દબાણ કરશે. હવે શાહના અધ્યક્ષ બન્યા પછી, તેમના તરફથી માત્ર એક 'હા' સાથે, ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન હાઈબ્રિડ મોડલ પર અથવા સંપૂર્ણપણે પાકિસ્તાનની બહાર કરવું પડી શકે છે.