- ટી-20 સિરીઝને લઈને ચાહકોમાં જબરદસ્ત ઉત્સાહ
- પ્રથમ મેચ પંજાબના મોહાલી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે
- આ મેદાન પર ભારતીય ટીમનો કેવો રેકોર્ડ છે?
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાનારી ટી-20 સિરીઝને લઈને ચાહકોમાં જબરદસ્ત ઉત્સાહ છે. આ મેચમાં વિરાટ કોહલી અને રોહિત શર્માને રમતા જોવા માટે ચાહકો પણ આતુર છે. આ સિરીઝની પ્રથમ મેચ પંજાબના મોહાલી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ આ મેદાન પર ઘણી T20 મેચ રમી છે. આવી સ્થિતિમાં, અમે તમને જણાવીએ કે આ મેદાન પર ભારતીય ટીમનો કેવો રેકોર્ડ રહ્યો છે.
આ મેદાન પર 4 મેચ રમી ચૂકી છે ભારતીય ટીમ
તમને જણાવી દઈએ કે આ મેદાન પર અત્યાર સુધીમાં કુલ 6 T20 મેચ રમાઈ છે, જેમાંથી 4 મેચ ભારતે રમી છે. આ મેદાન પર ભારતે તેની પ્રથમ મેચ 12 ડિસેમ્બર 2009ના રોજ શ્રીલંકા સામે રમી હતી. આ મેચમાં ભારતે શ્રીલંકાને 6 વિકેટે હરાવ્યું હતું. આ સિવાય ભારતે બીજી T20 મેચ મોહાલીમાં 27 માર્ચ 2016ના રોજ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. આ મેચમાં પણ ભારતે કાંગારૂ ટીમને 6 વિકેટે હરાવ્યું હતું. ભારતે તેની ત્રીજી મેચ 18 સપ્ટેમ્બર 2019ના રોજ દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. આ મેચમાં પણ ભારતનો વિજય થયો હતો, ભારતે દક્ષિણ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું હતું. આ સિવાય ભારતે ઓસ્ટ્રેલિયા સામે ચોથી મેચ રમી હતી, જેમાં ભારતને 4 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.
બેટ્સમેનો માટે મદદરૂપ છે આ મેદાન
આ મેદાન પર અત્યારસુધી 6 મેચો રમાઇ છે, જેમાંથી 4 મેચ ચેઝ કરનારી ટીમે જીતી છે. આનાથી સાફ દેખાય છેકે અહીં જે ટીમ ટોસ જીતશે તે ટીમ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લેશે. અહીં માત્ર 2 મેચ એવી છે જેમાં એવુ થયુ કે પ્રથમ બેટિંગ કરનારી ટીમ જીતી હોય. આ એક બેટિંગ પિચ છે, જ્યાં ખેલાડીઓ ઘણા રન બનાવી શકે છે. આ મેદાન પર સર્વોચ્ચ રેકોર્ડ 211 રન છે, જે ભારતે 2009માં શ્રીલંકા સામે બનાવ્યો હતો. બીજી તરફ સૌથી ઓછો સ્કોર 149 રનનો છે.