• હાર્દિક પંડ્યાના 30 બોલમાં ધમાકેદાર 71 રન
  • કેએલ રાહુલના 35 બોલમાં શાનદાર 55 રન
  • સુર્યકુમાર યાદવના 25 બોલમાં મજબુત 46 રન

પંજાબના મોહાલીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 સિરીઝની પહેલી મેચમાં ભારતે પહેલી પાંચ ઓવરમાં બે વિકેટ ગુમાવી 35 રન બનાવી લીધા હતા. કેપ્ટન રોહિત શર્મા 9 બોલમાં 11 રન બનાવી આઉટ થયો હતો. વિરાટ કોહલી માત્ર 2 રન બનાવી આઉટ થયો હતો. કેએલ રાહુલ અને સુર્યકુમાર યાદવે ત્યારબાદ મજબુત બેટિંગ કરતા 50+ પાર્ટનરશીપ કરી હતી, સાથે જ કેએલ રાહુલે ફિફ્ટી પણ પૂરી કરી હતી. ફિફ્ટી ફટકાર્યા બાદ રાહુલ શોર્ટ ફટકારવા જતા બાઉન્ડ્રી પર કેચ આઉટ થયો હતો. રાહુલે 35 બોલમાં 55 રન ફટકાર્યા હતા.  

ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય

T20 વર્લ્ડકપ 2022ના એક મહિના પહેલા વર્લ્ડની નંબર-1 T20 ટીમ ભારત T20 ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની T20 સિરીઝમાં ટકરાશે. આજથી શરૂ થતી આ સિરીઝની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન એરોન ફિન્ચે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ભારતીય ટીમને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.


બંને ટીમની પ્લેઇંગ ઇલેવન

ભારતઃ કેએલ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, દિનેશ કાર્તિક, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, હર્ષલ પટેલ, ઉમેશ યાદવ

ઓસ્ટ્રેલિયા: એરોન ફિન્ચ, કેમેરોન ગ્રીન, સ્ટીવન સ્મિથ, ગ્લેન મેક્સવેલ, જોશ ઇંગ્લિસ, ટિમ ડેવિડ, મેથ્યુ વેડ (વિકેટકીપર), પેટ કમિન્સ, નાથન એલિસ, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ

  • Follow us on: