- મેથ્યુ વેડના 21 બોલમાં દમદાર 45 રન
- કેમેરોન ગ્રીનના 26 બોલમાં 54 રન
- અક્ષર પટેલે ત્રણ, ઉમેશ યાદવે બે વિકેટ ઝડપી
ઓપનર કેમરુન ગ્રીનના આક્રમક 61 રન બાદ ઇનિંગ્સના અંત ભાગમાં મેથ્યૂ વેડે 21 બોલમાં અણનમ 4૫ રન ફટકારતા ઓસ્ટ્રેલિયાએ અહીં રમાયેલી પ્રથમ હાઇસ્કોરિંગ T20 મેચમાં ભારતને ચાર વિકેટે હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી હતી. ભારતના છ વિકેટે 208 રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર ઓસ્ટ્રેલિયન ટીમે 19.2 ઓવરમાં છ વિકેટે 211 રન બનાવીને વિજય હાંસલ કરી લીધો હતો.

મોહાલીમાં ઓસ્ટ્રેલિયાનો પ્રથમ વિજય
મોહાલીમાં ઓસ્ટ્રેલિયાએ ભારત સામેની બીજી T20માં પ્રથમ વિજય મેળવ્યો હતો. આ પહેલાં બંને ટીમ વચ્ચે 2016ની 27મી માર્ચે રમાયેલી મેચમાં ભારતનો છ વિકેટે વિજય થયો હતો. ગ્રીન 30 બોલમાં આઠ બાઉન્ડ્રી અને ચાર સિક્સર ફટકારવા ઉપરાંત સ્મિથ (35) સાથે બીજી વિકેટ માટે 70 રનની ભાગીદારી નોંધાવીને ટીમને વિજય તરફ દોરી હતી. મેથ્યૂ વેડે છ બાઉન્ડ્રી અને બે સિક્સર ફટકારી હતી. ભારતના પેસ બોલર ખર્ચાળ સાબિત થયા હતા. ભુવનેશ્વરે ચાર ઓવરમાં બાવન તથા હર્ષલે 49 રન આપ્યા હતા. બંને વિકેટથી વંચિત રહ્યા હતા. ભારતની

ઓસ્ટ્રેલિયાને જીતવા 209 રનનો ટાર્ગેટ
પંજાબના મોહાલીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 સિરીઝની પહેલી મેચમાં ભારતે દમદાર બેટિંગ કરતા 20 ઓવરમાં 208 રન ફટકાર્યા હતા અને ઓસ્ટ્રેલિયાને જીતવા 209 રનનો વિશાલ ટાર્ગેટ આપ્યો હતો. કેપ્ટન રોહિત શર્મા 9 બોલમાં 11 રન બનાવી આઉટ થયો હતો. વિરાટ કોહલી માત્ર 2 રન બનાવી આઉટ થયો હતો. કેએલ રાહુલ અને સુર્યકુમાર યાદવે ત્યારબાદ મજબુત બેટિંગ કરતા 50+ પાર્ટનરશીપ કરી હતી, કેએલ રાહુલ 35 બોલમાં 55 રન બનાવી આઉટ થયો હતો. અંતિમ ઓવરોમાં હાર્દિક પંડ્યાએ દમદાર ફટકાબાજી કરતા હાર્દિક પંડ્યાના 30 બોલમાં ધમાકેદાર 71 રન ફટકાર્યા હતા.
ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય
T20 વર્લ્ડકપ 2022ના એક મહિના પહેલા વર્લ્ડની નંબર-1 T20 ટીમ ભારત T20 ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની T20 સિરીઝમાં ટકરાશે. આજથી શરૂ થતી આ સિરીઝની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન એરોન ફિન્ચે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ભારતીય ટીમને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.
બંને ટીમની પ્લેઇંગ ઇલેવન
ભારતઃ કેએલ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, દિનેશ કાર્તિક, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, હર્ષલ પટેલ, ઉમેશ યાદવ
ઓસ્ટ્રેલિયા: એરોન ફિન્ચ, કેમેરોન ગ્રીન, સ્ટીવન સ્મિથ, ગ્લેન મેક્સવેલ, જોશ ઇંગ્લિસ, ટિમ ડેવિડ, મેથ્યુ વેડ (વિકેટકીપર), પેટ કમિન્સ, નાથન એલિસ, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ