- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ
- અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ
- ભારતે અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 150 વનડે મેચ રમાઇ
વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ODI ક્રિકેટની 151મી મેચ હશે. વર્ષ 1980માં બંને ટીમો વચ્ચે પ્રથમ વનડે મેચ રમાઈ હતી. આ મેચમાં માત્ર ભારતીય ટીમનો જ વિજય થયો હતો. ટીમ ઈન્ડિયાએ આ મેચ 66 રને જીતી લીધી હતી. જો કે આ પછી પણ કાંગારુઓનો દબદબો રહ્યો હતો. અત્યાર સુધી રમાયેલી મેચોમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 83 મેચ જીતી છે જ્યારે ભારતીય ટીમે 57 મેચ જીતી છે. 10 મેચો પણ અનિર્ણિત રહી છે.
1. સૌથી વધુ ટીમ સ્કોર: ભારત-ઓસ્ટ્રેલિયા ODI મેચોમાં સૌથી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ ભારતીય ટીમના નામે છે. વર્લ્ડકપ 2023 પહેલા ટીમ ઈન્ડિયાએ ઈન્દોર વનડેમાં ઓસ્ટ્રેલિયા સામે 5 વિકેટ ગુમાવીને 399 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.
2. સૌથી ઓછો ટીમ સ્કોરઃ આ શરમજનક રેકોર્ડ પણ ભારતના નામે નોંધાયેલો છે. જાન્યુઆરી 1981માં રમાયેલી સિડની ODIમાં ભારતીય ટીમ માત્ર 63 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
3. સૌથી મોટી જીતઃ ફેબ્રુઆરી 2004માં રમાયેલી સિડની ODIમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને 208 રનથી હરાવ્યું હતું.
4. સૌથી રોમાંચક વિજયઃ ઑક્ટોબર 1987માં ચેન્નાઈમાં રમાયેલી ODI મેચમાં ઑસ્ટ્રેલિયન ટીમે રોમાંચક રીતે એક રનથી જીત મેળવી હતી.
5. સૌથી વધુ રન: મહાન બેટ્સમેન સચિન તેંડુલકર અહીં ટોચ પર છે. તેણે ભારત-ઓસ્ટ્રેલિયા ODI મેચમાં કુલ 3077 રન બનાવ્યા છે.
6. સૌથી વધુ સદીઃ અહીં પણ સચિન તેંડુલકર નંબર વન પર છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે 9 વનડે સદી ફટકારી છે.
7. સૌથી વધુ સિક્સ: હિટમેન રોહિત શર્મા આ મામલે સૌથી આગળ છે. ઓસ્ટ્રેલિયા સામે તેણે અત્યાર સુધીમાં 84 સિક્સર ફટકારી છે.
8. સૌથી વધુ વિકેટઃ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લીએ ભારત સામે 32 મેચમાં 55 વિકેટ લીધી છે.
9. શ્રેષ્ઠ બોલિંગ ઇનિંગ્સઃ ભૂતપૂર્વ ભારતીય સ્પિનર મુરલી કાર્તિકે ઑક્ટોબર 2007માં વાનખેડે ODIમાં ઑસ્ટ્રેલિયા સામે માત્ર 27 રન આપીને 6 વિકેટ લેવાનો ચમત્કાર કર્યો હતો.
10. વિકેટ પાછળ સૌથી વધુ આઉટ: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી એડમ ગિલક્રિસ્ટના નામે 79 શિકાર છે. તેણે 73 કેચ અને 6 સ્ટમ્પિંગ કર્યા છે.