• ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધી કુલ 27 T20 મેચ રમાઇ
  • ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ મેચ 22 સપ્ટેમ્બર 2007માં રમાઇ
  • ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ મુકાબલો T20 વર્લ્ડકપની સેમિફાઇનલમાં થયો

22 સપ્ટેમ્બર 2007ના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ T20 મેચ રમાઈ હતી. ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ મુકાબલો T20 વર્લ્ડકપની સેમિફાઇનલમાં થયો હતો. આ મેચ ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 15 રનથી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી. આ મેચ બાદથી બંને ટીમો છેલ્લા 16 વર્ષમાં 27 વખત સામસામે આવી ચુકી છે. આ 27 મેચોમાં ટીમ ઈન્ડિયા 16 વખત જીતી છે. જ્યારે ઓસ્ટ્રેલિયાએ 10 જીત મેળવી છે અને એક મેચ અનિર્ણિત રહી છે.

1. હાઈએસ્ટ ટીમ સ્કોરઃ આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે છે. કાંગારૂ ટીમે 20 સપ્ટેમ્બર 2022ના રોજ મોહાલીમાં રમાયેલી મેચમાં ભારત સામે 6 વિકેટ ગુમાવીને 211 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ રનચેઝ કરતા આ સ્કોર બનાવ્યો હતો.

2. સૌથી ઓછો ટીમ સ્કોરઃ આ શરમજનક રેકોર્ડ ભારતના નામે છે. 1 ફેબ્રુઆરી, 2008ના રોજ મેલબોર્ન T20માં ટીમ ઈન્ડિયા માત્ર 74 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી.

3. સૌથી મોટી જીત: મીરપુરમાં 30 માર્ચ 2014ના રોજ રમાયેલી T20માં ભારતે કાંગારૂઓને 73 રનથી હરાવ્યું હતું.

4. સૌથી રોમાંચક વિજય: 21 નવેમ્બર 2018ના રોજ, ઓસ્ટ્રેલિયાએ બ્રિસ્બેન T20માં ભારતને 4 રનથી રોમાંચક હાર આપી.

5. સૌથી વધુ રન: વિરાટ કોહલી આ મામલે સૌથી આગળ છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે 794 રન બનાવ્યા છે.

6. બેસ્ટ બેટિંગ ઇનિંગ્સઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન શેન વોટસને ભારત સામે 71 બોલમાં 124 રનની શાનદાર ઇનિંગ રમી છે. તેણે 31 જાન્યુઆરી 2016ના રોજ સિડની T20માં આ ઇનિંગ રમી હતી.

7. સૌથી વધુ સિકસર: ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન ગ્લેન મેક્સવેલે ભારત વિરૂદ્ધ T20 ક્રિકેટમાં અત્યાર સુધીમાં 28 સિક્સર ફટકારી છે.

8. સૌથી વધુ વિકેટઃ ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના નામે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ T20 ક્રિકેટમાં 16 વિકેટ છે.

9. શ્રેષ્ઠ બોલિંગ ઇનિંગ્સઃ આર અશ્વિને 30 માર્ચ 2014ના રોજ મીરપુરમાં રમાયેલી T20 મેચમાં ઓસ્ટ્રેલિયા સામે માત્ર 11 રન આપીને 4 વિકેટ લીધી હતી.

10. સૌથી વધુ મેચઃ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ સૌથી વધુ ઓસ્ટ્રેલિયા સામે T20 મેચ રમી છે. બંને બેટ્સમેનોએ 22-22 મેચ રમી છે.


  • Follow us on: