• T20 વર્લ્ડકપ 2024માં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા ટકરાશે
  • ઓસ્ટ્રેલિયા માટે કરો યા મરો વાળી આ મેચ
  • સેન્ટ લુસિયામાં મેચ શરૂ થવાના 5 કલાક પહેલા ભારે વરસાદ

T20 વર્લ્ડકપ 2024માં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા ટકરાશે. ઓસ્ટ્રેલિયા માટે આ મેચ કરો યા મરોથી ઓછી નથી. જો કે આ પહેલા ઓસ્ટ્રેલિયન ફેન્સ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ખરેખર, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સેન્ટ લુસિયામાં મેચ રમાવાની છે અને ગઈકાલ (રવિવાર)થી અહીં વરસાદ પડી રહ્યો છે. મેચ શરૂ થવાના 5 કલાક પહેલા ભારે વરસાદનો વીડિયો સામે આવ્યો છે.

સેન્ટ લુસિયામાં ભારે વરસાદ ચાલુ

રવિવારથી સેન્ટ લુસિયામાંથી વરસાદના વીડિયો સામે આવી રહ્યા છે અને હવે મેચના પાંચ કલાક પહેલા જ ત્યાં જોરદાર વરસાદ પડી રહ્યો છે, જેને જોતા એવું લાગી રહ્યું છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ ટોસ વગર જ રદ્દ થઈ શકે છે. જો કે જો આ મેચ રદ્દ થશે તો ઓસ્ટ્રેલિયાની સેમીફાઈનલની આશાને મોટો ફટકો પડશે.


જો ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ રદ થાય તો...

જો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ વરસાદના કારણે રદ થશે તો ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચી જશે. કાંગારૂઓએ અફઘાનિસ્તાન સામે બાંગ્લાદેશની જીત માટે પ્રાર્થના કરવી પડશે. જો અફઘાનિસ્તાન બાંગ્લાદેશને હરાવશે તો તે સેમિફાઇનલમાં પહોંચી જશે.

સુપર-8માં બે મેચ જીતી ચૂક્યું છે ભારત

ટીમ ઈન્ડિયાએ સુપર-8માં તેની શરૂઆતની બંને મેચ જીતી છે. ભારતે અફઘાનિસ્તાન સામેની પ્રથમ મેચ અને બાંગ્લાદેશ સામેની બીજી મેચ જીતી લીધી હતી, ત્યારબાદ તેનું સેમીફાઈનલમાં પહોંચવું લગભગ નિશ્ચિત છે. હવે જો ઓસ્ટ્રેલિયા સામેની મેચ રદ્દ થશે તો બંને ટીમોને એક-એક પોઈન્ટ મળશે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ પાંચ પોઈન્ટ સાથે સેમીફાઈનલમાં પ્રવેશ કરશે.

  • Follow us on: