ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ ચેન્નાઈમાં રમાઈ રહી છે. ટોસ જીત્યા બાદ બાંગ્લાદેશે બોલિંગ કરવાનો નિર્ણય કર્યો જે સાચો સાબિત થયો. દુલીપ ટ્રોફી 2024 દરમિયાન ખરાબ ફોર્મમાં રહેલા શુભમન ગિલનો ફરી એકવાર ફ્લોપ શો જોવા મળ્યો છે. ગિલ મેચના પહેલા દિવસે ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. જે બાદ ફેન્સ ગિલ પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. રોહિત શર્માના આઉટ થયા બાદ ટીમને ગિલ પાસેથી લાંબી ઇનિંગ્સની અપેક્ષા હતી, પરંતુ એકવાર તેણે પોતાના ખરાબ પ્રદર્શનથી ચાહકોને નિરાશ કર્યા.


ગિલ ફ્લોપ થતા ચાહકોને આવ્યો ગુસ્સો

પસંદગીકારોએ ફરી એકવાર શુભમન ગિલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. દુલીપ ટ્રોફીમાં તેનું પ્રદર્શન એટલું સારું ન હોવા છતાં પણ તેને આ ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ પહેલા જ દિવસે ગિલ પ્રથમ સેશનમાં માત્ર 8 બોલ જ રમી શક્યો હતો. જેમાં તેના બેટમાંથી એક પણ સારો શોટ જોવા મળ્યો ન હતો. 8 બોલનો સામનો કર્યા પછી પણ ગિલ પોતાનું ખાતું ખોલાવી શક્યો નહોતો. જે બાદ ફેન્સ સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે.


ગાયકવાડને ટેસ્ટમાં સામેલ કરવા ઉઠી માંગ

ગિલના ખરાબ પ્રદર્શનને જોઈને ચાહકો રુતુરાજ ગાયકવાડને ટેસ્ટ ટીમમાં સામેલ કરવાની માંગ કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરીને લખ્યું કે, એટલા માટે રુતુરાજ ગિલ કરતા સારા છે. ઘણા યુઝર્સનું કહેવું છે કે ગિલ હવે ટેસ્ટ ટીમની બહાર છે.



  • Follow us on: