ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ ચાલું છે. બંને ટીમો પ્રથમ ટેસ્ટ મેચ ચેન્નાઈના ચેપોક મેદાન પર રમી રહી છે. બાંગ્લાદેશના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતોછે. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે ત્રીજા સેશન સુધી 60 ઓવરમાં 238 રન બનાવી લીધા છે.


જો કે ટીમે કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને શુભમન ગિલની ઉપરાંત કેએલ રાહુલ અને રિષભ પંત જેવા ખેલાડીઓની વિકેટો ગુમાવી દીધી છે. યશસ્વી જયસ્વાલપણ 56 રન બનાવીને આઉટ થયો હતો. હાલ અશ્વિન અને જાડેજાની જોડી ક્રિઝ પર હાજર છે અને 111 બોલમાં 94 રનની ભાગીદારી કરી છે. આ દરમિયાન યશસ્વી જયસ્વાલે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે.

યશસ્વી જયસ્વાલ નંબર-2 બન્યો

ભારતીય ક્રિકેટ ટીમ માટે ઓપનિંગ કરવા આવેલા યશસ્વી જયસ્વાલે આ મેચમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. યશસ્વી જયસ્વાલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર વિશ્વનો બીજો બેટ્સમેન બની ગયો છે. આ મેચ પહેલા યશસ્વી જયસ્વાલે ટેસ્ટ ચેમ્પિયનશિપની આ સિઝનમાં કુલ 1047 રન બનાવ્યા હતા. તે રન બનાવવાના મામલે બીજા ક્રમે આવી ગયચો છે. ઈંગ્લેન્ડનો બેન ડોકેટ ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.

 

કયો બેટ્સમેન નંબર 1 પર છે?

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન ઈંગ્લેન્ડનો દિગ્ગજ ક્રિકેટર જો રૂટ છે. જો રૂટે કુલ 1398 રન બનાવ્યા છે. યશસ્વી જયસ્વાલ પાસે બાંગ્લાદેશ સામે શાનદાર પ્રદર્શન કરીને નંબર-1નું સ્થાન હાંસલ કરવાની તક છે. યશસ્વી જયસ્વાલ હજુ પણ જો રૂટથી 370 રન દૂર છે.

યશસ્વી જયસ્વાલનું મોટું પરાક્રમ

યશસ્વી જયસ્વાલે બાંગ્લાદેશ સામે અડધી સદી ફટકાર્યા બાદ 8મી વખત ફિફ્ટી પ્લસનો સ્કોર કર્યો હતો. ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં માત્ર 3 ખેલાડીઓએ જ આ સિદ્ધિ મેળવી છે. અગાઉ સદગોપન રમેશે આ સિદ્ધિ મેળવી હતી અને હવે જયસ્વાલે તેની બરાબરી કરી લીધી છે. 10 ટેસ્ટ પછી, સુનીલ ગાવસ્કરનો સૌથી વધુ સ્કોર 9 ફિફ્ટી પ્લસ છે. જયસ્વાલ પાસે હજુ પણ ચેન્નાઈ ટેસ્ટની વધુ એક ઈનિંગ બાકી છે, જો તે તેમાં પણ ફિફ્ટી પ્લસ સ્કોર કરશે તો તે ગાવસ્કરની બરાબરી થઈ જશે.


  • Follow us on: