ભારતીય ટીમે બાંગ્લાદેશ સાથે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચની શરુઆતમાં જ ફેન્સ હેરાન થઈ ગયા હતા. ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનનો ખુલાસો થતાં જ ફેન્સના મનમાં એક સવાલ ઊઠવા લાગ્યો કે રોહિત શર્મા ત્રણ ફાસ્ટ બોલરો સાથે ચેન્નાઈની સ્પિન ફ્રેન્ડલી પિચમાં કેમ ઉતર્યો? ઘણીવાર એવું જોવા મળે છે કે ચેપોકમાં સ્પિન બોલરોને વધુ મદદ મળે છે, તેમ છતાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં માત્ર 2 સ્પિન બોલરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.


શા માટે 3 ઝડપી બોલરોનો સમાવેશ કરવામાં આવ્યો?

ચેપોકમાં બે પ્રકારની માટીની પિચ છે, લાલ અને કાળી. જ્યારે સ્પિન બોલરોને કાળી માટીની પીચો પર વધુ મદદ મળે છે, ત્યારે ઝડપી બોલરોને લાલ માટીની પીચો પર વધુ મદદ મળે છે. આ મેચમાં લાલ માટીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

 

જેના પર ફાસ્ટ બોલરોને વધુ મદદ મળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને અત્યાર સુધી આ મેચ દરમિયાન જોવા મળ્યું છે. બાંગ્લાદેશના ફાસ્ટ બોલરોએ પહેલા જ સેશનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેના કારણે લંચ બ્રેક સુધી ટીમ ઈન્ડિયાને રોહિત શર્મા, વિરાટ કોહલી અને શુભમન ગિલના રૂપમાં ત્રણ મોટા ઝટકાઓનો સામનો કરવો પડ્યો હતો.

પ્રથમ મેચની પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ બોલરોને મેદાનમાં ઉતારવાનો નિર્ણય

આવી પરિસ્થિતિમાં કેપ્ટન રોહિત શર્માએ લાલ માટીની પીચને ધ્યાનમાં લઈને પ્રથમ મેચની પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ બોલરોને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. જેમાં જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને આકાશ દીપની પસંદગી કરવામાં આવી છે. આ સિવાય બે સ્પિન બોલર તરીકે આર અશ્વિન અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ સિવાય એક અન્ય કારણ એ પણ સામે આવી રહ્યું છે કે બોર્ડર ગાવસ્કર ટ્રોફી વર્ષના અંતમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાવા જઈ રહી છે. આ સિરીઝ ઓસ્ટ્રેલિયામાં રમાશે જ્યાં ઝડપી બોલરોને વધુ ઉછાળો અને મદદ મળે છે. આ કારણે ટીમ ઈન્ડિયા તેની તૈયારીઓમાં વ્યસ્ત છે.

  • Follow us on: