ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડે શ્રીલંકાના પૂર્વ ક્રિકેટરને મોટો ઝટકો આપ્યો છે. ઓસ્ટ્રેલિયા ક્રિકેટે આ પૂર્વ ક્રિકેટર પર ખરાબ વર્તનને કારણે 20 વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે. જે બાદ હવે આ પૂર્વ દિગ્ગજને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા, બિગ બેશ લીગ WBBL જેવી ક્લબમાં કોઈ પદ નહીં મળે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના કમિશને જાણવા મળ્યું કે દુલિપ સમરવીરાએ અયોગ્ય વર્તન કર્યું હતું , જે સીએની આચાર સંહિતાની કલમ 2.23નું ઉલ્લંઘન હતું.


કોણ છે આ પૂર્વ શ્રીલંકન ક્રિકેટર?

તમને જણાવી દઈએ કે શ્રીલંકાના પૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડી દુલિપ સમરવીરા. જેમના પર ક્રિકેટ વિક્ટોરિયામાં કામ કરતી વખતે અયોગ્ય વર્તન કરીને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની આચાર સંહિતાનો ભંગ કરવાનો આરોપ લાગ્યો છે. જેના કારણે દુલિપ સમરવીરા પર 20 વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ વર્ષની શરૂઆતમાં વિક્ટોરિયા મહિલા ટીમના વરિષ્ઠ કોચ તરીકે નિયુક્ત થયા પહેલા લોંગ વિક્ટોરિયા વુમન અને મેલબોર્ન સ્ટાર્સ WBBLના સહાયક કોચ હતા.

 

ક્રિકેટ વિક્ટોરિયાના સીઈઓએ નિંદા કરી

ક્રિકેટ વિક્ટોરિયાના સીઈઓ નિક કમિન્સે સમરવીરાના ગેરવર્તણૂકની ટીકા કરી અને એક નિવેદનમાં કહ્યું કે અમે આચાર સંહિતા પંચ દ્વારા લેવાયેલા નિર્ણયને સમર્થન આપીએ છીએ, જેના કારણે દુલિપ સમરવીરા પર 20 વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અમે માનીએ છીએ કે આ વર્તન સંપૂર્ણપણે નિંદનીય છે.

સમરવીરાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયર

દુલિપ સમરવીરાનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયર કંઈ ખાસ ન હતું. તેને 1993 થી 1995 સુધી શ્રીલંકા માટે ક્રિકેટ રમી હતી. આ સમયગાળા દરમિયાન તેને શ્રીલંકન ક્રિકેટ ટીમ માટે 7 ટેસ્ટ અને 5 વનડે મેચ રમી હતી. 7 વન ડે મેચમાં તેના નામે 211 રન હતા. આ સિવાય સમરવીરાએ 5 વન ડે મેચમાં માત્ર 91 રન બનાવ્યા હતા.


  • Follow us on: