ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં એક તરફ રોહિત શર્મા, વિરાટ કોહલી અને શુભમન ગિલ જેવા ટોપ ઓર્ડરના તમામ ભારતીય બેટ્સમેનો મોટા ફ્લોપ સાબિત થયા હતા, તો બીજી તરફ રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનની 195 રનની ભાગીદારીએ ટીમને સંભાળી હતી. પ્રથમ દિવસની રમતના અંતે અશ્વિન 102 રન અને જાડેજાએ 86 રન બનાવ્યા બાદ પણ મેદાન પર રહ્યો હતો.


શુભમન ગિલના નામે થયો શરમજનક રેકોર્ડ

આ દરમિયાન ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા શુભમન ગિલ ખાતું ખોલાવ્યા વિના 8 બોલમાં આઉટ થઈ ગયો હતો. શુબમન ગિલ શૂન્ય પર આઉટ થતાં જ તેના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાઈ ગયો છે. આ શરમજનક રેકોર્ડ બનાવીને શુભમન ગિલે વિરાટ કોહલીની બરાબરી કરી લીધી છે. તમને જણાવી દઈએ કે શુભમન ગિલ વર્ષ 2024 દરમિયાન ટેસ્ટ મેચમાં ત્રીજી વખત શૂન્ય પર આઉટ થયો હતો.


ગિલ ત્રીજી વખત શૂન્ય પર થયો આઉટ

ગિલ વર્ષની શરૂઆતમાં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી દરમિયાન બે વખત ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. બાંગ્લાદેશ સામે 19 સપ્ટેમ્બરે ત્રીજી વખત તે હસન મહેમૂદના બોલનો શિકાર બન્યો હતો. હસન મહમૂદે મેચમાં શાનદાર બોલિંગ કરી અને ભારતીય ટોપ ઓર્ડરને સંપૂર્ણ રીતે ધ્વસ્ત કરી દીધો. આ દરમિયાન તેણે પ્રથમ દિવસે શુભમન ગિલને શૂન્ય પર આઉટ કરવા ઉપરાંત કેપ્ટન રોહિત શર્મા (6), વિરાટ કોહલી (6) અને રિષભ પંત (39)ની વિકેટ પણ લીધી હતી. આ સિવાય બાંગ્લાદેશના બોલર નાહિદ રાણા અને મેહદી હસન મિરાજે 1-1 વિકેટ લીધી હતી.

કોહલીના શરમજનક રેકોર્ડની કરી બરાબરી

શુભમન ગિલ એવા ભારતીય બેટ્સમેનોની યાદીમાં સામેલ થઈ ગયો છે જેઓ એક વર્ષમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થયા છે, તે છઠ્ઠા નંબરે છે. વિરાટ કોહલીએ વર્ષ 2021 માં આ શરમજનક રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. આ સમયગાળા દરમિયાન વિરાટ કોહલી પણ ટેસ્ટ મેચમાં ખાતું ખોલ્યા વિના ત્રણ વખત શૂન્ય પર આઉટ થયો હતો.

જો ભારતીય બેટ્સમેનોએ બનાવેલા આ શરમજનક રેકોર્ડની વાત કરીએ તો મોહિન્દર અમરનાથનું નામ ટોચ પર છે. મોહિન્દર અમરનાથ વર્ષ 1983માં કુલ 5 વખત ટેસ્ટ મેચમાં શૂન્ય પર આઉટ થયો હતો. આ સિવાય મન્સૂર અલી ખાન પટૌડી (1969), દિલીપ વેંગસરકર (1979) અને વિનોદ કાંબલી (1994) પણ એક વર્ષમાં ત્રણ કે તેથી વધુ વખત ટેસ્ટમાં શૂન્ય પર આઉટ થયા છે.

  • Follow us on: