ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 376 રન બનાવ્યા હતા. આ રનને ચેઝ કરતા બાંગ્લાદેશે 112 રનમાં 8 વિકેટ ગુમાવી દીધી છે. જો બાંગ્લાદેશની ટીમ 176 અથવા તેનાથી ઓછા રનના સ્કોર પર સમેટાય છે, તો ભારત પાસે તેને ફોલોઓન કરવાનો વિકલ્પ રહેશે. બાંગ્લાદેશને ફોલોઓનથી બચવા માટે 52 રન બનાવવાના રહેશે.


શું છે ફોલોઓન નિયમ?

ટેસ્ટ ક્રિકેટમાં 'ફોલોઓન'નો નિયમ છે. જો કોઈ ટીમ પ્રથમ બેટિંગ કરીને સ્કોરબોર્ડ પર ઘણા રન ઉમેરતી હતી. ત્યારબાદ વિપક્ષી ટીમને ઓછા સ્કોર પર આઉટ કરતા હતા. જો બંને ટીમના રન વચ્ચેનો તફાવત 200 રન કે તેથી વધુ હોય તો પ્રથમ ટીમ બીજી ટીમને ફરીથી બેટિંગ માટે બોલાવતી હતી. ફરી એકવાર વિરોધી ટીમને 200 કરતા ઓછા રનમાં આઉટ કરવા માટે તેમની તમામ શક્તિનો ઉપયોગ કરે છે અને મેચ જીતે છે. આવી 'પેટર્ન' પર જીતને એક દાવથી જીત કહેવામાં આવે છે. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં જ્યારે વેસ્ટ ઈન્ડિઝનો દબદબો હતો ત્યારે તેણે ઘણી વખત આવું કર્યું હતું. ત્યારબાદ જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમના વર્ચસ્વનો સમયગાળો શરૂ થયો ત્યારે આ ફરી જોવા મળ્યું હતુ.

ક્રિકેટના ઈતિહાસમાં 4 યાદગાર ફોલોઓન મેચ

  • ઈંગ્લેન્ડની ટીમે 129 વર્ષ પહેલા એટલે કે 1894માં ફોલોઓન રમીને પ્રથમ વખત ટેસ્ટ મેચ જીતી હતી. તે મેચમાં ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમે પ્રથમ બેટિંગ કરીને 586 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 325 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને ફોલોઓન આપ્યું અને તેણે તેની બીજી ઇનિંગમાં 437 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 176 રનની જરૂર હતી, પરંતુ સમગ્ર ટીમ 166 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
  • બીજી વખત ફોલોઓન રમ્યા બાદ 1981માં ઈંગ્લેન્ડે જીત મેળવી હતી. આ મેચ પણ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ 401/9 રન બનાવી પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 176 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને ફોલોઅપ કર્યું અને ઈયાન બોથમ (149)ની મદદથી 356 રન બનાવ્યા. 130 રનનો પીછો કરતા ઓસ્ટ્રેલિયા 111 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. બોબ વિલ્સે 8 વિકેટ લીધી હતી
  • 2001માં ભારતીય ક્રિકેટ ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટેસ્ટ પણ યાદગાર રહી હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 445 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 171 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી ભારતીય ટીમ ફોલોઓન રમવા આવી અને VVS લક્ષ્મણ (281) અને રાહુલ દ્રવિડ (180)ની મદદથી 657/7નો સ્કોર બનાવ્યો. 384 રનના લક્ષ્યનો પીછો કરતા ઓસ્ટ્રેલિયા 212 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. હરભજન સિંહે 6 વિકેટ લીધી હતી. આ મેચમાં ભારતની જીત થઇ હતી.
  • ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે મંગળવારે સમાપ્ત થયેલી બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડે 435/8 રન પર પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. જવાબમાં ન્યૂઝીલેન્ડ 209 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ફોલોઓન રમવા આવેલી ન્યુઝીલેન્ડે કેન વિલિયમસન (132)ની મદદથી 483 રન બનાવ્યા હતા અને 258 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ 256 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે ન્યુઝીલેન્ડનો 1 રનથી વિજય થયો હતો. નીલ વેગનરે બીજી ઇનિંગમાં 4 વિકેટ ઝડપી હતી.

  • Follow us on: