ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ મેચની પ્લેઈંગ ઈલેવનમાં કુલદીપ યાદવને તક આપવામાં આવી નથી. લાલ માટીની પીચને કારણે ટીમ ઈન્ડિયા 3 ફાસ્ટ બોલરો સાથે મેદાનમાં ઉતરી છે, આ સિવાય આર અશ્વિન અને રવિન્દ્ર જાડેજાને સ્પિન બોલર તરીકે રાખવામાં આવ્યા છે, જેના કારણે કુલદીપ યાદવને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી નથી. કુલદીપ હાલમાં ટીમ ઈન્ડિયા સાથે ચેન્નાઈમાં છે. તે પ્રેક્ટિસ સેશન દરમિયાન જોવા મળ્યો હતો.


હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં વિરાટ કોહલી અને રિષભ પંત બધાની સામે કુલદીપને મેદાનની વચ્ચે ઢસડતા જોવા મળી રહ્યા છે.

પ્રેક્ટિસ સેશન દરમિયાન કુલદીપને ઢસડ્યો

વાસ્તવમાં મેચ પહેલા જ્યારે તમામ ખેલાડીઓ મેદાન પર પ્રેક્ટિસ કરી રહ્યા હતા ત્યારે કુલદીપ યાદવ પણ પોતાને તૈયાર કરી રહ્યો હતો. ત્યારબાદ વિરાટ કોહલી આવે છે અને કુલદીપને પાછળથી ખેંચવા લાગે છે, આ દરમિયાન પંત પણ કુલદીપને ખેંચવા લાગે છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોના અંતમાં કોહલી પણ ડાન્સ કરતો જોવા મળે છે. વિરાટ કોહલી ઘણીવાર પોતાના સાથી ખેલાડીઓ સાથે મસ્તી કરતો જોવા મળે છે. કોહલી મેચ દરમિયાન પણ મસ્તી કરતો રહે છે.


ભારતે 376 રન બનાવ્યા

પ્રથમ ટેસ્ટ મેચના પહેલા દિવસે વિરાટ કોહલી ફ્લોપ રહ્યો હતો. કોહલી લાંબા સમય બાદ ટેસ્ટ ક્રિકેટમાં પરત ફર્યો હતો, તેથી ચાહકો તેની પાસેથી સારી ઇનિંગની આશા રાખતા હતા. પ્રથમ દિવસે કોહલી માત્ર 6 રન બનાવીને આઉટ થયો હતો. ભારતીય ટીમે આર અશ્વિન અને રવિન્દ્ર જાડેજાની શાનદાર ઇનિંગ્સના આધારે 376 રન બનાવ્યા હતા. અશ્વિને તેની ટેસ્ટ કારકિર્દીની છઠ્ઠી સદી ફટકારી હતી. 


  • Follow us on: