દિલ્હીના અરૂણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામે રમાયેલી બીજી T20 મેચમાં ભારતે એકતરફી ફેશનમાં 86 રને જીત મેળવી હતી. આ મેચમાં જીત સાથે જ ટીમ ઈન્ડિયાએ આ શ્રેણી જીતી લીધી છે. આ મેચમાં ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ખૂબ જ શાનદાર કેચ લઈને બધાનું ધ્યાન ખેંચ્યું હતું. તેનો કેચ એટલો અદભૂત હતો કે સોશિયલ મીડિયા પર ચાહકોએ તેને 'Catch of the Decade' (દાયકાનો શ્રેષ્ઠ કેચ) કહ્યો.
હાર્દિકે પકડ્યો શાનદાર કેચ













