ચેન્નાઈમાં બાંગ્લાદેશ સાથેની પ્રથમ ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર એક અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. બંનેએ પત્રકાર તરીકે પોઝ આપ્યો અને એકબીજાનો 'મસાલેવાલા' ઈન્ટરવ્યુ લીધો. આ દરમિયાન બંને ખેલાડીઓએ એકબીજાની શાનદાર ઇનિંગ્સનો પણ ઉલ્લેખ કર્યો હતો. કોહલીએ ગંભીરને એક સવાલ પૂછ્યો, જેના પર ગંભીર ખડખડાટ હસી પડ્યો. ઈન્ટરવ્યુની શરૂઆતમાં કોહલીએ કહ્યું કે અમારા બંને માટે આ એક મસાલેદાર ઈન્ટરવ્યુ છે.


BCCIએ આ ખાસ મુલાકાતનો વીડિયો જાહેર કર્યો છે

BCCIએ આ ખાસ મુલાકાતનો વીડિયો જાહેર કર્યો છે. આ દરમિયાન આ બંને દિગ્ગજ ખેલાડીઓએ જણાવ્યું કે ક્રિકેટના મેદાન પર તેમનું મન કેવી રીતે કામ કરે છે. ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને વિરાટ કોહલીનો આ પ્રકારનો કદાચ પહેલો વીડિયો ઈન્ટરવ્યુ છે. જ્યાં તેઓ એકબીજાને પ્રશ્નો કરતા જોવા મળ્યા હતા. IPL 2023 અને તે પહેલા 2013માં કોહલી અને ગંભીર વચ્ચે લડાઈ થઈ હતી. પરંતુ IPL 2024 અને ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બન્યા બાદ કોહલી અને ગંભીર વચ્ચે જોરદાર બોન્ડિંગ જોવા મળી રહ્યું છે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં વિરાટ કોહલીએ 692 રન બનાવ્યા હતા

આ દરમિયાન મુખ્ય કોચ ગંભીરે વિરાટ કોહલીના ઓસ્ટ્રેલિયા પ્રવાસને યાદ કર્યો, જ્યાં કિંગ કોહલીએ ઘણા રન બનાવ્યા હતા. 2014-15ના ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં વિરાટ કોહલીએ 692 રન બનાવ્યા હતા, જેમાં ચાર સદી સામેલ હતી. ગંભીરે નેપિયરમાં ન્યુઝીલેન્ડ સામે રમાયેલી પોતાની ઇનિંગ્સની પણ ચર્ચા કરી હતી. જ્યાં તે સતત બે દિવસ સુધી અડગ રહ્યો, પરિણામે ભારતે તે મેચ ડ્રો કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.

ડ્રો બાદ ભારતે શ્રેણી 1-0થી જીતી લીધી હતી

તે મેચમાં ન્યુઝીલેન્ડે પ્રથમ દાવમાં 619 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ભારતીય ટીમ 305 રન બનાવી શકી હતી, જે બાદ ન્યુઝીલેન્ડે ફોલોઓન કર્યું હતું. ગંભીરે બીજી ઇનિંગમાં 436 બોલમાં 137 રન બનાવ્યા અને બે દિવસના સમયગાળામાં 643 મિનિટ રમી. બાદમાં વેલિંગ્ટનમાં વધુ એક ડ્રો બાદ ભારતે શ્રેણી 1-0થી જીતી લીધી હતી. કોહલી સાથે વાત કરતા ગંભીરે કહ્યું કે તેને નથી લાગતું કે તે તેના જીવનમાં ફરી ક્યારેય આવું કરી શકશે. તે કદાચ ફરી ક્યારેય આવા ઝોનમાં આવી શકશે નહીં.

  • Follow us on: