• ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ
  • રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં મેચ
  • આ મેચમાં જયસ્વાલે ફટકારી બેવડી સદી

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સિરીઝની ત્રીજી મેચ રમાઈ રહી છે. આ મેચ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચના ભારતીય ટીમનો દબદબો જોવા મળ્યો છે. આ મેચમાં ભારતના ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલે ફરી એકવાર કમાલ કરી છે. જયસ્વાલે ફરી એકવાર બેવડી સદી ફટકારી છે.

ભારતે પ્રથમ દાવમાં 445 રન બનાવ્યા હતા. ત્યારબાદ ઈંગ્લેન્ડની ટીમ માત્ર 319 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તેથી ભારતે 126 રનની જંગી લીડ મેળવી હતી. બીજી ઈનિંગમાં ભારતે આક્રમક અંદાજમાં બેટિંગ કરીને 430 રન પર દાવ ડિકલેર કર્યો છે. તેથી ઈંગ્લેન્ડને જીત માટે 557 રનનો લક્ષ્ય મળ્યો છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. 

ભારતે ટેસ્ટની દરેક ઇનિંગ્સમાં 400+ રન

  • 407 અને 407/9 વિ. PAK કોલકાતા 2005
  • 426 અને 412/4 વિ. SL અમદાવાદ 2009
  • 445 અને 430/4 વિ. ENG રાજકોટ 2024

એક સિરીઝમાં ટીમ દ્વારા સૌથી વધુ સિકસર

  • 48* ભારત વિ. ENG 2024 (3* ટેસ્ટ)
  • 47 ભારત વિ. SA 2019 (3 ટેસ્ટ)
  • 43 ઇંગ્લેન્ડ વિ. Aus 2023 (5 ટેસ્ટ)
  • 40 ઑસ્ટ્રેલિયા વિ. ENG 2013/14 (5 ટેસ્ટ)

એક સિરીઝમાં ભારત તરફથી સૌથી વધુ સિક્સર

  • 48* વિ. Eng 2024 (3* ટેસ્ટ)
  • 47 વિ. SA 2019 (3 ટેસ્ટ)
  • 32 વિ. Aus 2023 (4 ટેસ્ટ)
  • 31 વિ. Eng 2016 (5 ટેસ્ટ)

એક ટેસ્ટમાં ભારત તરફથી સૌથી વધુ સિક્સર

  • 28* વિ. ENG રાજકોટ 2024
  • 27 વિ. SA વિઝાગ 2019
  • 18 વિ. NZ મુંબઈ 2021
  • 15 વિ. SL મુંબઈ 2009

ભારત તરફથી એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સર

  • 18 વિ. ENG રાજકોટ 2024
  • 15 વિ. SL મુંબઈ 2009
  • 14 વિ. SA વાઈઝેક 2019 (બીજી ઇનિંગ્સ)
  • 13 વિ. SA વાઈઝેક 2019 (પ્રથમ ઇનિંગ્સ)
  • 13 વિ. SA રાંચી 2019

  • Follow us on: