- ભારત પ્રથમ દાવમાં 436 રનમાં ઓલઆઉટ
- ઈંગ્લેન્ડના બીજા દાવમાં 6 વિકેના નુકસાને 316 રન
- ઈંગ્લેન્ડે 126 રનની મેળવી લીડ, પોપના 148* રન
હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસની શરૂઆત ભારતની બેટિંગથી થઈ ત્યારે રવિન્દ્ર જાડેજા 81 રન અને અક્ષર પટેલ 35 રન બનાવીને ક્રીઝ પર હતા. ભારતે દિવસની શરૂઆત 421/7 રનના સ્કોરથી કરી હતી. પરંતુ ભારતીય બેટ્સમેનો વધુ સમય સુધી ક્રિઝ પર ટકી શક્યા નહોતા અને યજમાન ટીમનો દાવ 436 રન પર સમાપ્ત થયો હતો. બીજા દાવમાં બેટિંગ કરતા ઈંગ્લેન્ડે ઓલી પોપની સદીની મદદથી દિવસના અંતે 316/6 રન બનાવ્યા હતા અને 126 રનની લીડ મેળવી હતી.
પોપે 208 બોલમાં 17 ફોરની મદદથી અણનમ 148 રન બનાવ્યા છે. આ દરમિયાન રેહાન અહેમદે તેને સાથ આપ્યો અને 31 બોલમાં 2 ફોરની મદદથી અણનમ 16 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ઓલી પોપની સદી ઈંગ્લેન્ડ માટે લાઈફલાઈનથી ઓછી સાબિત થઈ નથી. પોપની સદી પહેલા ઈંગ્લેન્ડ મેચમાંથી લગભગ બહાર થઈ ગયું હતું, પરંતુ હવે તેણે ફરી એકવાર વાપસી કરી છે.
ભારતે 14 રનમાં ગુમાવી 3 વિકેટ
ભારતે ત્રીજા દિવસની શરૂઆત કરી ત્યારે તેની ત્રણ વિકેટ હાથમાં હતી. પરંતુ યજમાન ટીમ ત્રણ વિકેટનો યોગ્ય ઉપયોગ કરી શકી ન હતી અને 15 રનના અંતરે જ ગુમાવી દીધી હતી. એટલે કે ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાએ 3 વિકેટે માત્ર 14 રન બનાવ્યા હતા. આ દરમિયાન જો રૂટે રવિન્દ્ર જાડેજા અને બુમરાહને આઉટ કર્યા હતા. જ્યારે રેહાન અહેમદે અક્ષર પટેલને પોતાની જાળમાં ફસાવી દીધો હતો. ઇનિંગ્સના અંત સુધીમાં ભારતે 190 રનની લીડ મેળવી લીધી હતી.
ઓલી પોપની સદી ઈંગ્લેન્ડ માટે લાઈફલાઈન
ઈંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગમાં બેટિંગ કરવા આવી અને તેણે સારી ગતિએ રન બનાવવાનું શરૂ કર્યું, પરંતુ સતત પડતી વિકેટ તેના માટે ચિંતાનો વિષય બની ગઈ. સતત પડી રહેલી વિકેટો વચ્ચે ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા ઓલી પોપ ક્રિઝ રહ્યો હતો.
ઈંગ્લેન્ડની શાનદાર ઈનિંગ
બેન ડકેટ અને જેક ક્રાઉલી ઈંગ્લેન્ડને 45 રનની શરૂઆત અપાવી હતી. ભારતને પ્રથમ સફળતા આર અશ્વિને 10મી ઓવરમાં જેક ક્રાઉલીના રૂપમાં અપાવી હતી. જે 33 બોલમાં 4 ફોર અને 1 સિકસરની મદદથી 31 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ 19મી ઓવરમાં જસપ્રીત બુમરાહે બેન ડકેટને બોલાવ્યો હતો. બુમરાહે વિકેટ ઝડપીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. સારી ઇનિંગ રમી રહેલો ડકેટ 7 ફોરની મદદથી 47 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
ત્યારબાદ સ્પિન રમવામાં નિષ્ણાત કહેવાતા જો રૂટ 21મી ઓવરમાં માત્ર 02 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી 28મી ઓવરમાં અશ્વિને જોની બેયરસ્ટોને 10 રન પર આઉટ કર્યો હતો. ત્યારબાદ થોડા સમય બાદ એટલે કે 37મી ઓવરમાં કેપ્ટન બેન સ્ટોક્સ (06)ને અશ્વિન દ્વારા બોલ્ડ કરવામાં આવ્યો હતો.
સાતમી વિકેટ માટે 112 રનની પાર્ટનરશિપ
આ પછી ઓલી પોપ અને બેન ફોક્સે સાતમા નંબર પર બેટિંગ કરવાની જવાબદારી લીધી અને છઠ્ઠી વિકેટ માટે 112 (183 બોલ)ની પાર્ટનરશિપ કરી હતી. અક્ષર પટેલે 67મી ઓવરમાં ફોક્સને બોલ્ડ કરીને પેવેલિયન મોકલી દીધો હતો. ફોક્સે શાનદાર ઇનિંગ રમી અને 81 બોલમાં 2 ફોરની મદદથી 34 રન બનાવ્યા હતા. આ પછી, ઓલી પોપે રેહાન અહેમદ સાથે પાર્ટનરશિપ કરી, જે દિવસના અંત સુધી અણનમ રહી હતી. બંનેએ 7મી વિકેટ માટે 41* (62 બોલ) રન જોડ્યા છે.
ભારતીય ટીમની બોલિંગ
ઇંગ્લેન્ડની બીજી ઇનિંગ દરમિયાન ભારત તરફથી અત્યાર સુધી જસપ્રિત બુમરાહ અને અક્ષર પટેલે 2-2 વિકેટ ઝડપી છે. આ ઉપરાંત અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાને 1-1 સફળતા મળી છે.