- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ધર્મશાળામાં પાંચમી ટેસ્ટ
- ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ
- આ મેચમાં લંચ સુધી કુલદિર યાદવે 2 વિકેટ ઝડપી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ધર્મશાળામાં ટેસ્ટ સીરિઝની પાંચમી અને છેલ્લી મેચ રમાઈ રહી છે. આ મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. પ્રથમ રમતી વખતે જેક ક્રોલી અને બેન ડકેટે સારી શરૂઆત કરી અને પ્રથમ વિકેટ માટે 64 રન જોડ્યા હતા. કુલદીપ યાદવે ભારતને પ્રથમ વિકેટ અપાવીને મેચમાં વાપસી કરાવી હતી. લંચ પહેલા, કુલદીપે તેની બીજી વિકેટ લીધી અને ઓલી પોપને સ્ટમ્પ આઉટ કરાવ્યો હતો. પરંતુ પોપની આ વિકેટમાં કુલદીપ કરતાં વિકેટકીપર ધ્રુવ જુરેલની ભૂમિકા વધુ હતી.
ધ્રુવ જુરેલ સફળતા અપાવી!
કુલદીપ યાદવે એમએસ ધોનીના કાર્યકાળ દરમિયાન ડેબ્યુ કર્યું હતું. તે ઘણીવાર કહેતો હતો કે તેને વિકેટ પાછળથી માહી ભાઈનો ટેકો મળે છે. જ્યારે ધોની નિવૃત્ત થયો ત્યારે અચાનક કુલદીપનો બોલિંગ ગ્રાફ નીચે ગયો. જોકે છેલ્લા એક-બે વર્ષમાં તેણે વાપસી કરી છે. હવે જે રીતે તેણે ઓલી પોપની વિકેટ લીધી અને જુરેલ દ્વારા સ્ટમ્પિંગ કરવામાં આવ્યું તેથી જુરેલે મને ધોનીની યાદ અપાવી હતી. ધ્રુવ જુરેલે ધોનીની જેમ વાત કરી અને વિકેટ બોલ પહેલા કુલદીપને કહ્યું, 'બઢેગા આગે...બઢેગા આગે...' આ પછી તરત જ, કુલદીપે ગુગલી બોલ નાખ્યો અને જુરેલે બેન ડકેટને સ્ટમ્પિંગ કર્યો હતો.
કુલદીપ યાદવે બંને વિકેટ લીધી
આ ઇનિંગમાં શરૂઆતમાં ભારતીય ટીમ માટે બોલરો વિકેટ માટે તડપતા જોવા મળ્યા હતા. આ પછી કુલદીપ યાદવે બે વિકેટ ઝડપી હતી. બેન ડકેટ બાદ તેણે ઓલી પોપની પણ વિકેટ લીધી હતી. ખાસ વાત એ છે કે આ મેચ પહેલા ચર્ચા હતી કે ધર્મશાલળાની પીચ ફાસ્ટ બોલરો માટે મદદરૂપ થઈ શકે છે. આવી સ્થિતિમાં કુલદીપ યાદવને બહાર કરીને ત્રણ પેસરને રમાડવાની ચર્ચા ચાલી રહી હતી. પરંતુ કુલદીપે બતાવ્યું કે જો આવું થયું હોત તો તે મોટી ભૂલ થાત.
ભારતની નજર 4-1થી સીરિઝ જીતવા પર
ટીમ ઈન્ડિયાએ સીરિઝ માં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ ધર્મશાળા ટેસ્ટ જીતીને સીરિઝ 4-1થી જીતવા માંગશે. જો કે ભારત મેચ હારે તો પણ સીરિઝ તેના નામે રહેશે. પરંતુ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહેલા ભારતે પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે ધર્મશાળા ટેસ્ટ જીતવી પડશે.