- રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ ટીમમાંથી બહાર
- ટીમ ઈન્ડિયા રજત પાટીદાર અને કુલદીપ યાદવને આપશે ચાન્સ
- સરફરાઝ ખાનને પણ ટીમમાં સામેવ કરાયો હોવાનું જાણવા મળ્યું
ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે ટેસ્ટ સીરીઝની બીજી મેચ શુક્રવારથી એટલે કે આજથી રમાશે. આ મેચનું આયોજન વિશાખાપટ્ટનમમાં થશે. ટીમ ઈન્ડિયાને પહેલી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમ હવે અન્ય મેચમાં પ્લેઈંગ 11માં ફેરફાર કરી શકે છે અને સાથે જ નવી ટીમ સાથે મેદાનમાં ઉતરી શકે છે. હાલમાં મળી રહેલી માહિતિ અનુસાર રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ બહાર છે. ટીમ ઈન્ડિયા કુલદીપ યાદવ અને રજત પાટીદારને ચાન્સ આપી શકે છે. ટીમમાં સરફરાઝ ખાનને પણ સામેલ કરી લેવામાં આવ્યો છે.
પ્લેઈંગ ઈલેવનમાં થશે ફેરફાર
ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર જોવા મળશે. રોહિત શર્માની ટીમ મિડલ ઓર્ડર માટેના ખેલાડીની શોધમાં છે. રજત પાટીદારને પણ ચાન્સ મળી શકે છે. રજતને ચાન્સ નહીં મળે તો સરફરાઝનું આવવાનું નક્કી છે. સરફરાઝને હાલમાં ટીમમાં સામેલ કરાયો છે. તે ફોર્મમાં છે અને ડોમેસ્ટિક ક્રિકેટમાં અનેક અવસરે શાનદાર પરફોર્મન્સ આપી ચૂક્યા છે. સરફરાઝે ઈંગ્લેન્ડ લાયન્સની સામે અમદાવાદમાં સદી ફટકારી હતી.
કુલદીપ યાદવને પણ મળી શકે છે સ્થાન
ટીમ ઈન્ડિયા કુલદીપ યાદવને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા આપી શકે છે. કુલદીપ લાંબા સમયથી ભારતની ટેસ્ટ ટીમમાં સામેલ ન હતા પણ હવે વાપસી કરી શકે છે. વિશાખાપટ્ટનમની પિચ જોઈએ તો આ બોલર્સને ટર્ન મળશે. ટીમ ઈન્ડિયા આ મેચમાં ચાર સ્પિનર્સની સાથે મેદાન પર ઉતરી શકે છે.
આવી હશે બીજી ટેસ્ટ માટે બંને ટીમની સંભવિત પ્લેઈંગ -11
ભારત
રોહિત શર્મા (કેપ્ટન) , યશસ્વી જયસવાલ, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, રજત પાટીદાર, અક્ષર પટેલ, કેએસ ભરત (વિકેટ કીપર), રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાઝ, વોશિંગ્ટન સુંદર.
ઈંગ્લેન્ડ
જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેયરસ્ટો, બેન સ્ટોક્સ (કેપ્ટન), બેન ફોક્સ (વિકેટ કીપર), રેહાન અહમદ, ટોમ હાર્ટલે, શોએબ બશીર, જેમ્સ અંડરસન.