• T-20 વર્લ્ડકપની બીજી મેચ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઇ
  • ગયાનામાં વરસાદના કારણે ટોસમાં વિલંબ થયો
  • વિરાટ કોહલી મસ્તીના મૂડમાં જોવા મળ્યો

T-20 વર્લ્ડકપની બીજી મેચ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહી છે. ગયાનામાં વરસાદને કારણે તેમાં વિલંબ થયો હતો. ગયાનામાં સમયાંતરે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ટોસમાં વિલંબ થયો છે. બંને ટીમો અને કરોડો ચાહકો વરસાદ રોકવા માટે પ્રાર્થના કરી રહ્યા છે કારણ કે તેઓ નથી ઈચ્છતા કે આ મોટી મેચની મજા વરસાદને કારણે બગડે.

કોહલી કોઈની નકલ કરતો જોવા મળ્યો

હવે આ મેચનું પરિણામ ભલે અલગ હોય, પરંતુ સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી મસ્તી કરવાનો કોઈ મોકો છોડી રહ્યો નથી. વરસાદ દરમિયાન કોહલી ટીમના ખેલાડીઓ સાથે વાત કરતો જોવા મળ્યો હતો. તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કોઈની જેમ એક્ટિંગ કરતો જોવા મળી રહ્યો છે.

વીડિયો થયો વાયરલ

દિનેશ કાર્તિક અને ઈયોન મોર્ગનનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં દિનેશ કાર્તિક રોહિત શર્માની પ્રશંસામાં લોકગીતો સંભળાવી રહ્યો છે. ત્યારબાદ કેમેરાનો એંગલ ડ્રેસિંગ રૂમની બહાર બેઠેલા ટીમના ખેલાડીઓ પર જાય છે. જેમાં વિરાટ કોહલી, રિષભ પંત, સૂર્યકુમાર યાદવ અને મોહમ્મદ સિરાજ જોવા મળી રહ્યા છે.


વીડિયોમાં જોઈ શકાય છે કે પંત ચોકલેટ ખાઈ રહ્યો છે, ત્યારે વિરાટ કોહલી જમીન તરફ કંઈક જોવા લાગે છે. આ પછી તે સૂર્યકુમાર યાદવને કંઈક કહે છે. પછી અચાનક જ બંને ખભા ઉંચા કરીને અને મોં ફુલાવીને કોઈની નકલ કરવા લાગે છે. આ જોઈને સૂર્ય ખડખડાટ હસી પડ્યો. જોકે કોહલી કોની એક્ટિંગ કરી રહ્યો હતો તે જાણી શકાયું નથી, પરંતુ તેની ખાસ સ્ટાઈલ ચાહકોમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.

  • Follow us on: