• ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામે 41 બોલમાં 92 રનની ઈનિંગ રમી હતી
  • રોહિત શર્માએ આ ઈનિંગમાં 7 ફોર અને 8 સિક્સર ફટકારી હતી
  • કાંગારૂઓને હરાવવા પર પોતાની રોહિત શર્માની પ્રતિક્રિયા વાયરલ થઈ

ટી20 વર્લ્ડ કપમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવ્યું હતું. ભારત સામેની હાર બાદ ઓસ્ટ્રેલિયાને ટૂર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું હતું. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામે 41 બોલમાં 92 રનની ઈનિંગ રમી હતી. તેને પોતાની ઈનિંગમાં 7 ફોર અને 8 સિક્સર ફટકારી હતી. રોહિત શર્માને આ શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાને હરાવ્યા પછી, રોહિત શર્માનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં રોહિત શર્માએ કાંગારૂઓને હરાવવા પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

'અમારે જે કરવાનું હતું તે અમે કરી લીધું છે, હવે ઓસ્ટ્રેલિયા...'

જ્યારે રોહિત શર્માને ઓસ્ટ્રેલિયા વિશે પૂછવામાં આવ્યું તો ભારતીય કેપ્ટને કહ્યું કે અમારે જે કરવું હતું તે અમે કર્યું, હવે ઓસ્ટ્રેલિયાની ટીમ આ ટૂર્નામેન્ટમાં નથી. આ પછી પ્રેસ કોન્ફરન્સમાં બેઠેલા તમામ પત્રકારો હસવાનું રોકી શક્યા નહીં. પરંતુ રોહિત શર્માનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમજ સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 

તમને જણાવી દઈએ કે આ ટૂર્નામેન્ટમાં રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ વિજયરથ પર સવાર છે. ટીમ ઈન્ડિયાએ પોતાના ટી20 વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત આયર્લેન્ડને હરાવીને કરી હતી. આ પછી ભારતે પાકિસ્તાન, અમેરિકા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયાને હરાવ્યા હતા. હવે ભારતીય ટીમને સેમીફાઈનલમાં જોસ બટલરની આગેવાની હેઠળની ઈંગ્લેન્ડનો પડકાર છે. આ પહેલા દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી હતી. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની વિજેતા ટીમ દક્ષિણ આફ્રિકા સામે રમશે. આ ટુર્નામેન્ટની ફાઈનલ 29 જૂને રમાશે.

  • Follow us on: