- આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સેમિફાઈનલ મેચ
- સેમિફાઈનલ મેચ 27 જૂને રાત્રે 8:00 વાગ્યે રમાશે
- આ મેચ પહેલા જ એક મોટી સમસ્યા સામે આવી છે
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 વર્લ્ડકપ 2024ની સેમિફાઈનલ મેચ 27 જૂને રાત્રે 8:00 વાગ્યે રમાશે. આ પહેલા પણ બંને ટીમો વચ્ચે T20 વર્લ્ડકપ 2022ની સેમિફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં ઈંગ્લેન્ડની ટીમે 10 વિકેટે જીત મેળવી હતી. હવે ભારતીય ટીમ પાસે એ હારનો બદલો લેવાની તક હશે. પરંતુ આ મેચ પહેલા જ એક મોટી સમસ્યા સામે આવી છે.
સેમિફાઇનલ પહેલા જ કેપ્ટન રોહિતનું નિવેદન
સેમિફાઇનલ મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે મને એક જ વાતની ચિંતા છે કે જો મેચ લાંબા સમય સુધી ચાલશે તો શક્ય છે કે અમે ફ્લાઇટ ચૂકી જઈએ. પરંતુ અમારી પાસે ચાર્ટર ફ્લાઈટ હશે. ICC અને ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝનું કામ છે કે અમને બીજા સ્થાને લઈ જાય. આ પછી કેપ્ટને હળવાશથી વાતચીત પૂરી કરી હતી.
રિઝર્વ દિવસ રાખવામાં આવ્યો નથી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ 27 જૂને IST રાત્રે 8:00 વાગ્યે રમાશે. આ પછી ICCએ 28મી જૂને પ્રવાસ દિવસ રાખ્યો છે. જે પણ ટીમ સેમિફાઇનલ જીતશે અને ફાઇનલમાં પહોંચશે. તે આ દિવસે પ્રવાસ કરશે. સૌથી મોટી સમસ્યા એ છે કે ICCએ મેચ માટે કોઈ રિઝર્વ દિવસ રાખ્યો નથી. તેના બદલે બીજી સેમિફાઇનલ માટે 250 મિનિટનો વધારાનો સમય રાખવામાં આવ્યો છે.
જો મેચ વધારાના સમયમાં જાય છે, તો તે 28 જૂને સમાપ્ત થશે. જો ટીમ ઈન્ડિયા જીતશે તો તે પણ 28 જૂને પ્રવાસ કરશે. ફાઈનલ મેચ બાર્બાડોસમાં 29 જૂને ભારતીય સમય અનુસાર રાત્રે 8:00 વાગ્યે રમાશે. જેના કારણે ટીમને પુરતો આરામ અને પ્રેકટીસ કરવાનો સમય મળશે નહીં.