• ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ
  • લખનઉના ઈકાના સ્ટેડિયમમાં મેચ
  • CM યોગી સહિત અનેક VVIP મેચ નિહાળશે

વર્લ્ડકપ 2023ની મેચ આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લખનઉમાં યોજાશે. આ મેચ લખનઉના અટલ બિહારી વાજપેયી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ નિહાળવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટ ફેન્સ આવે તેવી સંભાવના છે, આજે મેચ જોવા માટે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આવી શકે છે.

લખનઉમાં થનારી ભારત-ઈંગ્લેન્ડ મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મેચ જોવા માટે સવારથી ક્રિકેટ ફેન્સ લખનનઉમાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, મેચની તમામ 50 હજાર ટિકિટ બુક થઈ ગઈ છે. આ મેચ જોવા માટે CM યોગી આદિત્યનાથ ઉપરાંત પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર, BBCI પ્રમુખ રોજર બિની અને સેક્રેટરી જય શાહ પણ આવશે.

CM યોગી સહિત ઘણા VIP મેચ નિહાળશે

મેચ પહેલાં શનિવારે BCCIના પ્રમુખ અને સેક્રેટરીએ પણ સ્ટેડિયમનું નિરીક્ષણ કર્યું હતું અને મેચ જોવા માટે આવનારા ખાસ મહેમાનો અને દર્શકો માટે કરવામાં આવેલી વ્યવસ્થા નિહાળી હતી. આ મેચમાં યુપી ઉપરાંત ભારત અને વિદેશમાંથી પણ મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ હાજરી આપે તેવી શક્યતા છે.

પોલીસે જાહેર કરી ટ્રાફિક એડવાઈઝરી

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચને ધ્યાનમાં રાખીને લખનઉ પોલીસે ખાસ વ્યવસ્થા કરી છે. સુરક્ષા વ્યવસ્થા માટે 3 હજાર 800 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે, જેમાં 8 SP, 14 એડિશનલ SP, 35 ACP, 143 ઈન્સ્પેક્ટર, 516 ASIB 21 મહિલા SI, 1 હજાર 776 હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ, 377 મહિલા કોન્સ્ટેબલ અને 9 કંપની PACનો સમાવેશ થાય છે.

  • Follow us on: