• હૈદરાબાદમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ ચાલુ

  • યશસ્વી જયસ્વાલે પોતાની બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા
  • શુભમન ગિલે ફરી એકવાર પોતાના ખરાબ પ્રદર્શનને કારણે ફેન્સને નિરાશ કર્યા

હૈદરાબાદમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. પ્રથમ દિવસે ભારતીય સ્પિનરો દ્વારા શાનદાર બોલિંગ જોવા મળી હતી. જેના કારણે ઈંગ્લેન્ડની ટીમ પહેલા જ દિવસે ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી ભારતીય બેટ્સમેનોએ શાનદાર બેટિંગ કરી હતી.

જયસ્વાલે કર્યા પ્રભાવિત

ખાસ કરીને યુવા ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલે પોતાની બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા છે. જયસ્વાલ બીજા દિવસે 76 બોલમાં 80 રન બનાવીને આઉટ થયો હતો. બીજી તરફ એક એવો બેટ્સમેન છે જેણે પોતાની નબળી બેટિંગથી ટીમને ફરી એકવાર નિરાશ કરી છે. હા, અમે વાત કરી રહ્યા છીએ શુભમન ગિલની.

 શુભમન ગિલ ફરી ફ્લોપ થયો

ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સાથે રમાઈ રહેલી 5 મેચોની ટેસ્ટ સીરીઝની પ્રથમ બે મેચમાંથી બહાર છે. જેના કારણે શુભમન ગિલને પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં ત્રીજા નંબરે બેટિંગ કરવાની તક આપવામાં આવી હતી. શુભમન ગિલે ફરી એકવાર પોતાના ખરાબ પ્રદર્શનને કારણે ફેન્સને નિરાશ કર્યા છે.

પ્રથમ દાવમાં શુભમન ગિલ 66 બોલમાં 23 રન બનાવીને આઉટ થયો હતો. છેલ્લી કેટલીક ટેસ્ટ ઇનિંગ્સમાં ગિલનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું છે, તેમ છતાં તેને સતત ટીમમાં તક આપવામાં આવી રહી છે. હવે ટેસ્ટ ટીમમાં તેના સમાવેશને લઈને ટીમ સિલેક્ટર સામે ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે.


નંબર 3 પર ફ્લોપ રહ્યો ગિલ

વિરાટ કોહલીના સ્થાને શુભમન ગિલને ત્રીજા નંબર પર બેટિંગ કરવા માટે મૂકવામાં આવ્યો હતો પરંતુ ગિલ આ તકનો લાભ ઉઠાવી શક્યો નહોતો. છેલ્લી 9 ટેસ્ટ ઇનિંગ્સમાં શુભમન ગિલે 189 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેની એવરેજ 23.62 રહી છે. શુભમન ગિલ ત્રીજા નંબર પર બેટિંગ કરતી વખતે હંમેશા સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો.

આ નંબર પર બેટિંગ કરતી વખતે ગિલ હજુ સુધી એક પણ અડધી સદી ફટકારી શક્યો નથી. ટેસ્ટ ક્રિકેટમાં શુભમન ગિલે 2 સદી અને 4 અડધી સદી ફટકારી છે. તેણે ઓપનિંગ વખતે આ કારનામું કર્યું છે.

  • Follow us on: