• ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે હૈદરાબાદમાં પ્રથમ ટેસ્ટ
  • કેએલ રાહુલે ઘરઆંગણે 1000 ટેસ્ટ રન પૂરા કર્યા
  • આ મેચમાં કેએલ રાહુલ 86 રન બનાવીને આઉટ

હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા દિવસે ભારતીય ટીમે ઈંગ્લેન્ડને બીજા સેશનમાં ઓલઆઉટ કરી દીધી હતી. જે બાદ ભારતીય ટીમે પ્રથમ દાવમાં બેટિંગ કરતા ઈંગ્લેન્ડની ટીમને બેકફૂટ પર ધકેલી દીધી હતી.

ભારતીય ટીમ માટે ઓપનર યશસ્વી જયસ્વાલે શાનદાર બેટિંગ કરી હતી. જયસ્વાલે પ્રથમ દાવમાં 76 બોલમાં 80 રન બનાવ્યા હતા. જે બાદ કેએલ રાહુલે શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. આ મેચમાં રાહુલ 123 બોલમાં 8 ફોર અને 2 સિકસરની મદદથી 86 રન બનાવીને આઉટ થયો હતો. ટોમ હાર્ટલી રાહુલને પોતાનો શિકાર બનાવ્યો હતો. પ્રથમ દાવમાં બેટિંગ કરતા કેએલ રાહુલે પણ એક ખાસ સિદ્ધિ પોતાના નામે કરી હતી.

કેએલ રાહુલે ઘરઆંગણે 1000 ટેસ્ટ રન પૂરા કર્યા

ટીમ ઈન્ડિયાનો વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ ટેસ્ટ ક્રિકેટમાં સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. આ પહેલા તેણે સાઉથ આફ્રિકામાં સદી ફટકારી હતી. આ પછી, હવે તેણે ઘરઆંગણે શાનદાર બેટિંગ કરી હતી. હૈદરાબાદ ટેસ્ટના બીજા દિવસે બેટિંગ કરતા કેએલ રાહુલે ટેસ્ટ ક્રિકેટમાં ઘરઆંગણે 1000 રન પૂરા કર્યા છે. જો કે કેએલ રાહુલ મેચમાં તેની સદી ચૂકી ગયો હતો. બીજા દિવસે કેએલ રાહુલ 86 રન બનાવીને આઉટ થયો હતો.

ઈંગ્લેન્ડ 246 રનમાં ઓલઆઉટ

હૈદરાબાદ ટેસ્ટના પહેલા દિવસે ભારતીય ટીમે શાનદાર બોલિંગ કરી હતી. ખાસ કરીને સ્પિન બોલરોએ ઈંગ્લિશ બેટ્સમેનોને લાંબો સમય ક્રિઝ પર ટકી રહેવા દીધા ન હતા. પ્રથમ દિવસે ભારતીય સ્પિનરોએ મળીને 8 વિકેટ ઝડપી હતી. જેમાં આર અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ 3-3 અને અક્ષર પટેલે 2 વિકેટ ઝડપી હતી. આ સિવાય જસપ્રીત બુમરાહે 2 વિકેટ પોતાના નામે કરી હતી. ઈંગ્લેન્ડ તરફથી બેટિંગ કરતી વખતે કેપ્ટન બેન સ્ટોક્સે સૌથી વધુ 70 રનની ઈનિંગ રમી હતી.

  • Follow us on: