• ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ
  • પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડે "બેઝબોલ" ક્રિકેટ રમી
  • કાર્તિકે "બેઝબોલ" ક્રિકેટ અંગે આપી પ્રતિક્રિયા

છેલ્લા કેટલાક વર્ષોમાં, ઈંગ્લેન્ડનું "બેઝબોલ" ક્રિકેટ ખૂબ જ સમાચારોમાં રહ્યું છે. ગત વર્ષે ઈંગ્લેન્ડમાં રમાયેલી એશિઝ સિરીઝમાં પણ ઈંગ્લેન્ડની ટીમ આ જ રણનીતિ સાથે મેદાનમાં ઉતરી હતી. એશિઝની પ્રથમ બે મેચ હાર્યા બાદ પણ તેણે પોતાની રમત બદલ્યા વિના આ રીતે રમવાનું ચાલુ રાખ્યું હતું. પરિણામ એ આવ્યું કે ઇંગ્લેન્ડે પ્રથમ બે મેચમાં પાછળ પડ્યા બાદ જોરદાર વાપસી કરી અને સિરીઝ 2-2થી ડ્રો કરી હતી. હવે ભારતીય ટીમના ભૂતપૂર્વ વિકેટકીપર દિનેશ કાર્તિકે “બેઝબોલ” પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

વાસ્તવમાં ઈંગ્લેન્ડના કોચ બનતા પહેલા બ્રેન્ડન મેક્કુલમે IPLમાં KKR ટીમમાં કોચની ભૂમિકા નિભાવી હતી. તે સમયે ટીમની કમાન દિનેશ કાર્તિકના હાથમાં હતી. દિનેશ કાર્તિકે ઈંગ્લેન્ડના કોચ બ્રેન્ડન મેક્કુલમની બેઝબોલ સ્ટ્રેટેજી વિશે ઘણી ચોંકાવનારી વાતો જણાવી છે. તેના વિશે બહુ ઓછા લોકો જાણે છે.

'બ્રેન્ડન મેક્કુલમને બેટ્સમેનોનું શ્રેષ્ઠ પ્રદર્શન મળ્યું'

દિનેશ કાર્તિકે ઈંગ્લેન્ડની ટીમમાં કોચની ભૂમિકા ભજવી રહેલા બ્રેન્ડન મેક્કુલમ વિશે કહ્યું, “તે જાણે છે કે તેના ખેલાડીઓ પાસેથી શ્રેષ્ઠ પ્રદર્શન કેવી રીતે મેળવવું. તે પોતાના ખેલાડીઓને તેમની શૈલી અનુસાર રમવાની તક આપે છે. તે પોતાના ગેમ પ્લાનમાં પોતાના ખેલાડીઓનો પણ સમાવેશ કરે છે.

ઇંગ્લેન્ડની તમામ ટીમો "બેઝબોલ" વ્યૂહરચના અપનાવે છે.

ઈંગ્લેન્ડ લાયન્સમાં માર્ગદર્શક તરીકે જોડાયેલા દિનેશ કાર્તિકે કહ્યું કે ઈંગ્લેન્ડની સિનિયર ટીમ હોય કે ઈંગ્લેન્ડ લાયન્સ બંને એક જ રીતે રમે છે. ટીમ શરૂઆતથી જ આક્રમક ક્રિકેટ રમે છે, જેનાથી તેમને ફાયદો થાય છે. તેનું માઇન્ડ સેટ સ્પષ્ટ છે કે તેણે આક્રમક રીતે રમવું પડશે. તે અપર ઓર્ડર બેટ્સમેન હોય કે લોઅર ઓર્ડર બેટ્સમેન, તે એક જ રીતે બેટિંગ કરે છે.

'ઘણી ટીમો હજુ સુધી બેઝબોલ શબ્દ સમજી શકી નથી'

બેઝબોલ શબ્દ અંગે દિનેશ કાર્તિકે કહ્યું કે એવી ઘણી ટીમો છે જે બેઝબોલ શબ્દને સમજવામાં નિષ્ફળ રહી છે. તેનો અર્થ એ છે કે મુશ્કેલ પરિસ્થિતિઓમાં તમારું શ્રેષ્ઠ પ્રદર્શન કેવી રીતે આપવું. બેઝબોલનો અર્થ એ નથી કે તમે દરેક ઓવરમાં 6 કે 7 રન બનાવો છો, તેનો અર્થ એ છે કે જો વિરોધી ટીમ મેચમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ન કરી રહી હોય, તો તમે તમારી રમત રમો છો અને આક્રમક ક્રિકેટ રમવી જોઈએ. પરંતુ જો તે મેચ પર પ્રભુત્વ જમાવી રહી છે, તો તમે ડિફેન્સીવ ક્રિકેટ રમવું જાઈએ.

  • Follow us on: