• ભારતીય ટીમનું અંડર-19 વર્લ્ડકપમાં પણ શાનદાર પ્રદર્શન
  • અંડર-19 વર્લ્ડકપમાં ભારતીય ટીમની સતત બીજી જીત
  • અંડર-19 વર્લ્ડકપમાં ભારતે આયર્લેન્ડને 201 રને હરાવ્યું

ભારતીય ટીમ અંડર 19 વર્લ્ડકપમાં પણ શાનદાર પ્રદર્શન કરી રહી છે. ભારતે વર્લ્ડકપમાં સતત બીજી જીત નોંધાવી છે. ભારતે આયર્લેન્ડને એકતરફી મેચમાં હરાવ્યું છે. અંડર-19 વર્લ્ડકપ 2024ની 15મી મેચ આજે ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાઈ હતી. આયર્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય આયર્લેન્ડ માટે મોંઘો સાબિત થયો. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 7 વિકેટના નુકસાન પર 301 રન બનાવ્યા હતા. મુશીર ખાને ભારત માટે શાનદાર સદી ફટકારી છે.

મુશીર ખાને સદીની ઇનિંગ રમી

સરફરાઝ ખાનના ભાઈ મુશીર ખાને અંડર-19 વર્લ્ડકપમાં આયર્લેન્ડ સામે 106 બોલમાં 118 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 9 ફોર અને 4 સિકસર ફટકારી હતી. આ સિવાય ઉદય સહારને પણ ફિફટી ફટકારી હતી. તેણે 84 બોલમાં 75 રનની ઇનિંગ રમી છે. આ ઇનિંગ્સના કારણે ટીમનો સ્કોર 300ને પાર કરી શક્યો હતો. હવે આયર્લેન્ડને જીતવા માટે 302 રન બનાવવાના હતા, પરંતુ આયર્લેન્ડની આખી ટીમ માત્ર 100 રનના સ્કોર પર સમેટાઈ ગઈ. ભારત તરફથી નમન તિવારીએ 10 ઓવરમાં 53 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ સિવાય સૌમ્યા પાંડેએ પણ 3 વિકેટ લઈને આયર્લેન્ડને બેકફૂટ પર ધકેલી દીધું છે. આવી સ્થિતિમાં આયર્લેન્ડનો દાવ માત્ર 100 રનમાં સમેટાઈ ગયો હતો અને ભારતને 201 રનની મોટી જીત મળી હતી.

બાંગ્લાદેશનો 84 રને પરાજય

અંડર-19 વર્લ્ડકપમાં ભારતનો આ સતત બીજો વિજય છે. આ પહેલા પણ ભારતે બાંગ્લાદેશને 84 રને હરાવ્યું હતું. આ વર્લ્ડકપની આ માત્ર ત્રીજી મેચ હતી, જે ભારતે જીતી હતી. આ મેચમાં ભારતીય ટીમની જીત સાથે આગાહી કરવામાં આવી હતી કે ભારત આ વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કરશે. હવે ભારતે સતત બીજી જીત નોંધાવી છે. આ સાથે ભારતની અંડર-19 વર્લ્ડકપ જીતવાની તકો પણ નોંધપાત્ર રીતે વધી ગઈ છે. હવે ભારતે 28 જાન્યુઆરીએ અમેરિકા સાથે વર્લ્ડકપની ત્રીજી મેચ રમવાની છે.


  • Follow us on: