• પાકિસ્તાનના એક પણ ખેલાડીને સ્થાન મળ્યું નહીં
  • રોહિત શર્મા ટેસ્ટ ટીમનો કેપ્ટન તરીકે પસંદગી
  • સૂર્યા કુમાર ટી20 ક્રિકેટર ઓફ ધ યર બન્યો

ક્રિકેટના સૌથી મોટા એવોર્ડ એવા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભારતના વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ પણ મોટા એવોર્ડ જીતવામાં સફળ રહ્યા હતા. જ્યારે ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ શ્રેષ્ઠ મેલ ક્રિકેટર તરીકે પસંદગી પામ્યો છે.

આ તરફ ઈંગ્લેન્ડની ખેલાડી નેટ-સાયવર બ્રન્ટે મહિલા વર્ગમાં સર્વશ્રેષ્ઠ ક્રિકેટરનો એવોર્ડ જીત્યો છે. જ્યારે કોહલી મેન્સ ઓડીઆઈ ક્રિકેટર ઓફ ધ યર બન્યો છે, જ્યારે સૂર્યા મેન્સ ટી20 ક્રિકેટર ઓફ ધ યર બન્યો છે. ICC એ વર્ષ 2023 માટે સૂર્યાની ટી-20 ટીમના કેપ્ટન તરીકે પણ પસંદગી કરી હતી, જ્યારે રોહિત શર્માને ODI ટીમના કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

ખાસ વાત એ છે કે ICC એવોર્ડ્સ 2023માંથી પાકિસ્તાનનો સફાયો થઈ ગયો છે. પાકિસ્તાનનો કોઈ ખેલાડી (પુરુષ અને મહિલા બંને) એવોર્ડ જીતી શક્યા નથી. આ ઉપરાંત, કોઈપણ પાકિસ્તાની ખેલાડીને ICCની ટેસ્ટ, ODI કે T20 ટીમમાં સ્થાન મળ્યું નથી. ખાસ વાત એ છે કે યુગાન્ડા અને ઝિમ્બાબ્વેના ખેલાડીઓ પણ ICC મેન્સ T20I ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યા હતા.

ICC પુરસ્કારો 2023 ની યાદી-

  1. મહિલા ક્રિકેટર ઓફ ધ યર (રશેલ હેહો ફ્લિન્ટ ટ્રોફી): નેટ સાયવર-બ્રન્ટ (ઇંગ્લેન્ડ)
  2. મહિલા ટી20 ક્રિકેટર ઓફ ધ યર: હેલી મેથ્યુઝ (વેસ્ટ ઈન્ડિઝ)
  3. મહિલા ODI ક્રિકેટર ઓફ ધ યર: ચમારી અટાપટ્ટુ (શ્રીલંકા)
  4. ઉભરતી મહિલા ક્રિકેટર ઓફ ધ યર: ફોબો લિચફિલ્ડ (ઓસ્ટ્રેલિયા)
  5. મહિલા સહયોગી ક્રિકેટર ઓફ ધ યર: ક્વિન્ટર એબેલ (કેન્યા)
  6. મેન્સ ODI ક્રિકેટર ઓફ ધ યર: વિરાટ કોહલી (ભારત)
  7. મેન્સ ક્રિકેટર ઓફ ધ યર (સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી): પેટ કમિન્સ (ઓસ્ટ્રેલિયા)
  8. મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર: ઉસ્માન ખ્વાજા (ઓસ્ટ્રેલિયા)
  9. મેન્સ ટી20 ક્રિકેટર ઓફ ધ યર: સૂર્યકુમાર યાદવ (ભારત)
  10. ઇમર્જિંગ મેન્સ ક્રિકેટર ઓફ ધ યર: રચિન રવિન્દ્ર (ન્યુઝીલેન્ડ)
  11. મેન્સ એસોસિયેટ ક્રિકેટર ઓફ ધ યર: બાસ ડી લીડે (નેધરલેન્ડ)
  12. ICC અમ્પાયર ઓફ ધ યર: રિચર્ડ ઈલિંગવર્થ (ઈંગ્લેન્ડ)
  13. ICC સ્પિરિટ ઓફ ક્રિકેટ એવોર્ડ: ઝિમ્બાબ્વે

ICC પુરુષોની T20 ટીમ 2023: ફિલ સોલ્ટ, યશસ્વી જયસ્વાલ, નિકોલસ પૂરન (wk), સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), માર્ક ચેપમેન, સિકંદર રઝા, અલ્પેશ રામાજાની, માર્ક અદાયર, રવિ બિશ્નોઈ, રિચર્ડ નાગરવા.

ICC મેન્સ ટેસ્ટ ટીમ 2023: ઉસ્માન ખ્વાજા, દિમુથ કરુણારત્ને, કેન વિલિયમસન, જો રૂટ, ટ્રેવિસ હેડ, રવિન્દ્ર જાડેજા, એલેક્સ કેરી (wk), પેટ કમિન્સ (c), આર. અશ્વિન, મિશેલ સ્ટાર્ક, સ્ટુઅર્ટ બ્રોડ.

ICC મેન્સ ODI ટીમ 2023: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ટ્રેવિસ હેડ, વિરાટ કોહલી, ડેરિલ મિશેલ, હેનરિક ક્લાસેન (wk), માર્કો જાન્સેન, એડમ ઝમ્પા, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી.

ICC મહિલા ODI ટીમ 2023: ફોબી લિચફિલ્ડ, ચમરી અટાપટ્ટુ (કેપ્ટન), એલિસા પેરી, એમેલિયા કેર, બેથ મૂની (wk), નેટ સાયવર-બ્રન્ટ, એશ્લે ગાર્ડનર, એનાબેલ સધરલેન્ડ, નાદીન ડી ક્લાર્ક, લી તાહુહુ, નાહિદા અખ્તર.

ICC મહિલા T20I ટીમ 2023: ચમારી અટાપટ્ટુ (કેપ્ટન), બેથ મૂની (wk), લૌરા વોલ્વાર્ડ, હેલી મેથ્યુઝ, નેટ સાયવર-બ્રન્ટ, એમેલિયા કેર, એલિસા પેરી, એશ્લે ગાર્ડનર, દીપ્તિ શર્મા, સોફી એક્લેસ્ટોન, મેગન શૂટ.


  • Follow us on: