• ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાંચીમાં ચોથી ટેસ્ટ
  • પ્રથમ દિવસના અંતે ઈંગ્લેન્ડના 7 વિકેટે 302 રન
  • જો રૂટે 226 બોલમાં 106 રન બનાવીને અણનમ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાંચીમાં ચોથી ટેસ્ટ રમાઈ રહી છે. 23 ફેબ્રુઆરીથી શરૂ થયેલી મેચનો પ્રથમ દિવસ ખૂબ જ રોમાંચક રહ્યો હતો. ટોસ જીતીને બેટિંગ કરવા ઉતર્યા પછી, આકાશ દીપે ઈંગ્લેન્ડના ટોપ ઓર્ડરને ધ્વસ્ત કરી દીધો હતો અને ત્યારબાદ મુલાકાતી ટીમે વાપસી કરી અને દિવસના અંતે 302/7 રન બનાવી લીધા હતા. ઈંગ્લેન્ડે 112ના સ્કોર પર 5 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ આ દરમિયાન ભારતીય કેપ્ટન રોહિત શર્માએ એક ભૂલ કરી હતી.

ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર આરપી સિંહનું માનવું છે કે રોહિત શર્માએ પહેલા દિવસે કુલદીપ યાદવનો યોગ્ય રીતે ઉપયોગ કર્યો ન હતો, જેના કારણે ઈંગ્લેન્ડની ટીમ વાપસી કરી શકી હતી. જ્યારે સ્પિનર ​​જાડેજાએ 27 ઓવર અને અશ્વિને 22 ઓવર નાંખી હતી, જ્યારે કુલદીપે માત્ર 10 ઓવર નાંખી હતી.

કુલદીપને વધારે બોલિંગ ન કરાવી

આરપી સિંહે કહ્યું, "બોલરોએ ખૂબ જ પ્રયત્ન કર્યો. અશ્વિન, જાડેજા અને બંને ફાસ્ટ બોલરોએ ખૂબ જ મહેનત કરી હતી. સિરાજે પહેલી સ્પેલ કરતાં બીજા સ્પેલમાં સારી બોલિંગ કરી હતી. મને માત્ર એક જ બાબત પર શંકા છે કે તમે કુલદીપ યાદવનો એટલો ઉપયોગ નથી કર્યો જેટલો તમારે કરવો જોઈએ." તેણે આગળ કહ્યું, "જાડેજા અને અશ્વિને વધુ બોલિંગ કરી અને તેના કારણે કુલદીપ વધારે બોલિંગ કરી શક્યો નહીં, આવું થાય છે. જ્યારે તમારી પાસે ત્રણ સ્પિનર્સ હોય અને ત્રણેય વિકેટ લેનારા હોય, તો ક્યારેક એક બોલર ઓછી બોલિંગ કરે છે. અને આવું જ કુલદીપ સાથે થયું. "

ઈંગ્લેન્ડે મજબૂત પકડ બનાવી

રાંચી ટેસ્ટની શરૂઆતમાં ભારતીય ટીમે પકડ જમાવી હતી, જે મેચ આગળ વધતા ઈંગ્લેન્ડની તરફેણમાં જવા લાગી હતી. 112ના સ્કોર પર 5 વિકેટ ગુમાવ્યા બાદ ભારતીય ટીમ પ્રથમ દિવસે ઈંગ્લેન્ડને ઓલઆઉટ કરવામાં નિષ્ફળ રહી હતી. દિવસના અંતે ઈંગ્લેન્ડે 302/7 રન બનાવી લીધા હતા. આ દરમિયાન પૂર્વ કેપ્ટન જો રૂટ 226 બોલમાં 9 ફોરની મદદથી 106 રન બનાવીને રમી રહ્યો છે.


  • Follow us on: