- આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સેમિફાઈનલ મેચ
- ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે મેચ
- ICCએ સેમિફાઈનલને લઈને નિયમો જાહેર કર્યા
T20 વર્લ્ડકપ 2024ની બીજી સેમિફાઇનલ મેચ થોડા કલાકોમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે. ટુર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલ સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ હતી. સાઉથ આફ્રિકાએ તેમાં જીત મેળવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ ગયાનામાં રમાવાની છે. આ મેચ દરમિયાન વરસાદની સંભાવના છે. જો ટોસ પહેલા વરસાદ પડે તો મેચમાં વિલંબ થઈ શકે છે. મહત્વની વાત એ છે કે આ મેચ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. સેમિફાઇનલ અને ફાઇનલ મેચ વચ્ચે માત્ર એક દિવસનું અંતર છે. આ કારણોસર આ માટે રિઝર્વ દિવસ રાખવામાં આવ્યો ન હતો. જોકે ICCએ આ મેચ માટે વધારાનો સમય રાખ્યો છે. આ સાથે ઓવરની કપાત અંગેના નિયમો પણ જાહેર કર્યા છે.













