• આવતીકાલે ભારત-નેપાળ વચ્ચે મેચ
  • બંને ટીમ માટે કરો યા મરોની સ્થિતિ
  • વરસાદ થશે તો ભારત ક્વોલીફાઈ કરશે

ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચમાં વરસાદ આવ્યો હતો. જેના કારણે મેચ રદ કરવામાં આવી હતી. જેથી બંને ટીમને 1-1 પોઈન્ટ આપવામાં આવ્યો હતો. હવે પાકિસ્તાન 3 પોઈન્ટ સાથે સુપર-4માં ક્વોલીફાઈ કરી ચૂક્યું છે, જ્યારે ભારતીય ટીમ નેપાળ વિરુદ્ધ મેચ રમશે. ભારત અને નેપાળ વચ્ચે આ મેચ 4 સપ્ટેમ્બરે રમવામાં આવશે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ મેચમાં પણ વરસાદ આવી શકે છે.

ભારત-નેપાળ મેચમાં વરસાદ આવશે તો?

એશિયા કપ રમતી 6 ટીમની 2 ગ્રુપમાં વહેચણી કરવામાં આવી છે. ભારત સાથે પાકિસ્તાન અને નેપાળ ગ્રુપ-Aમાં છે, જ્યારે શ્રીલંકા,બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ગ્રુપ-Bમાં છે. બંને ગ્રુપમાંથી લીગ મેચ બાદ ટોપ-2 ટીમ સુપર-4 રાઉન્ડ માટે ક્વોલીફાઈ કરશે. જો ભારત અને નેપાળ વચ્ચે મેચ દરમિયાન વરસાદ આવશે, તો બંને ટીમને 1-1 પોઈન્ટ મળશે. જેથી ભારત પાસે 2 પોઈન્ટ થઈ જશે, જ્યારે નેપાળ પોઈન્ટ ટેબલમાં 1 પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર રહેશે. જેથી આ મેચ પણ રદ થશે, તો ભારતીય ટીમ સુપર-4 રાઉન્ડ માટે ક્વોલીફાઈ કરી લેશે.

... તો સુપર-4 રાઉન્ડમાં પહોંચશે ટીમ ઈન્ડિયા

પાકિસ્તાને પોતાની પ્રથમ મેચમાં નેપાળને 238 રનથી હરાવ્યું હતું, જ્યારે ભારત-પાકિસ્તાન મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. જેથી બાબર આઝમના નૈતૃત્વવાળી પાકિસ્તાની ટીમ 3 પોઈન્ટ સાથે સુપર-4 રાઉન્ડ માટે ક્વોલીફાઈ થઈ ચૂકી છે. જો ભારત નેપાળને હરાવશે, તો તે 3 પોઈન્ટ સાથે સુર-4માં ક્વોલીફાઈ કરી લેશે, પરંતુ જો વરસાદ વિઘ્ન બનશે, તો પણ ભારતીય ફેન્સને નિરાશ થવાની જરૂર નથી. કારણ કે, વરસાદ આવશે, તો બંને ટીમને 1-1 પોઈન્ટ મળશે. જેથી ભારતીય ટીમ 2 પોઈન્ટ સાથે ક્વોલીફાઈ કરી લેશે.

  • Follow us on: