• આવતીકાલે એશિયા કપની પ્રથમ મેચ
  • પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમાશે મેચ
  • આ વર્ષે પાકિસ્તાન અને શ્રીલંકાએ એશિયા કપની કરી મેજબાની

એશિયા કપ 2023ની પ્રથમ મેચ આવતીકાલે પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમવામાં આવશે. પાકિસ્તાને તાજેતારમાં અફઘાનિસ્તાનને વનડે સીરિઝમાં 3-0થી હરાવ્યું હતું. પાકિસ્તાન મજબૂત ટીમ છે. જેથી નેપાળને પાક.થી પડકાર મળશે. નેપાળે ગત થોડા મેચમાં સારૂં પ્રદર્શન કર્યું છે. જેથી આ મેચ બચાવવા માટે નેપાળ ખુબ મહેનત કરશે. આ મેચ માટે પાકિસ્તાન અને નેપાળની ટીમ પ્લેઈંગ ઈલેવનને સંતુલિત રાખવાનો પ્રયાસ કરશે.

ફખર જમાન અને ઈમામ-ઉલ-હક કરી શકે ઓપનિંગ

પાકિસ્તાન ટીમ ફખર જમાન અને ઈમામ-ઉલ-હકને ઓપનિંગ કરવાની તક આપી શકે છે. મોહમ્મદ રિઝવાન અને ઈફ્તિખાર અહમદ પર પણ પાકિસ્તાની ટીમ વિશ્વાસ કરી શકે છે. ઈમામે ગત અમુક મેચમાં સારૂં પ્રદર્શન કર્યું હતું. ફખર પણ સારા અનુભવી ખેલાડી છે. તેમણે પાકિસ્તાન માટે અનેક મહત્વની મેચમાં સારૂં પ્રદર્શન કર્યું છે. શાહીન અફરીદી અને નસીમ શાહ ટીમના 2 શાનદાર બોલર છે. આ બંનેની પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા લગભગ નક્કી જ છે.

નેપાળે UAEને 7 વિકેટે હરાવ્યું હતું

નેપાળે એપ્રિલ-મે મહિનામાં આયોજીત ICC મેન્સ પ્રીમિયર કપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. નેપાળની ટીમે ફાઈનલમાં UAEને 7 વિકેટે હરાવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં નેપાળ માટે કુશલ મલ્લાએ સૌથી વધુ રન બનાવ્યા હતા. તેમણે 4 ઈનિંગમાં 238 રન બનાવ્યા હતા. સાથે કેપ્ટન રોહિચ પૌડેલે 5 મેચમાં 187 રન બનાવ્યા હતા. નેપાળ એશિયા કપની પ્રથમ મેચની પ્લેઈંગ ઈલેવનમાં કુશલને સ્થાન આપી શકે છે. સાથે ટીમ આસિફ શેખ અને ભીમ શર્કીને પણ સ્થાન આપી શકે છે. કરણ કેસી અને લલિત રાજબંશીને પણ ટીમમાં સ્થાન મળી શકે છે.

એશિયા કપની પ્રથમ મેચ માટે બંને ટીમની સંભવિત પ્લેઈંગ ઈલેવન-

પાકિસ્તાન- ફખર જમાન, ઈમામ-ઉલ-હક, બાબર આઝમ(કેપ્ટન), મોહમ્મદ રિઝવાન(વિકેટકીપર), ઈફ્તિખાર અહમદ, આગા સલમાન, શાબાદ ખાન, મોહમ્મદ નવાઝ, શાહીન અફરીદી, નસીમ શાહ, હારિસ રઉફ.

નેપાળ- કુશલ ભુર્તેલ, આસિફ શેખ(વિકેટકીપર), ભીમ શર્કી, રોહિત પૌડેલ(કેપ્ટન), કુશલ મલ્લા, આરિફ શેખ, સંદીપ લામિછાને. સોમપાલ કામી, કરણ કેસી, લલિત રાજબંશી, ગુસસન ઝા.

  • Follow us on: