• બેઠક બાદ સિલેક્શન કમિટીએ ફરી એકવાર આપી મોટી અપડેટ
  • હવે ટીમમાં રમવાનો સંજુ સેમસનને મોટો ચાન્સ
  • ક્રિકેટફેન્સમાં ફરી એકવખત ચિંતાનો માહોલ

એશિયા કપ 2023 શરૂ થવાના એક દિવસ પહેલા જ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો એક ખેલાડી પ્રથમ બે મેચમાંથી બહાર થઈ ગયો છે. ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે પોતે આ મોટું અપડેટ આપ્યું છે. આ વાવડ સામે આવતા ક્રિકેટફેન્સની ચિંતા વધી ગઈ છે. જોકે, ટીમમાં પણ એની ચર્ચા થઈ રહી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ અંગે એક ટ્વિટ કરીને જાણકારી આપી હતી. આ સાથે ખેલાડીનું નામ પણ લખ્યું હતું.

કોણ થયું ટીમમાં આઉટ

ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ પ્રથમ બે મેચમાંથી બહાર થઈ ગયો છે. દિલ્હીમાં આયોજિત સિલેક્શન કમિટીની બેઠક બાદ મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે જણાવ્યું હતું કે, કેએલ રાહુલને ઈજા થઈ છે અને તે એશિયા કપ 2023ની ટુર્નામેન્ટની પ્રથમ કેટલીક મેચો ગુમાવી શકે છે. હવે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે પણ આ વાતની પુષ્ટિ કરી છે. જો કેએલ રાહુલ આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જાય તો સંજુ સેમસનની પસંદગી થઈ શકે છે. સંજુ સેમસનને બેકઅપ વિકેટકીપર તરીકે ટીમનો ભાગ બનાવવામાં આવ્યો છે.


એશિયાકપ માટેની ભારતીય ક્રિકેટ ટીમ

કેએલ રાહુલે ટીમ ઈન્ડિયા માટે છેલ્લી મેચ માર્ચ 2023માં રમી હતી. તેણે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 54 વનડેમાં 1986 રન બનાવ્યા છે. તે જ સમયે, કેએલ રાહુલે 47 ટેસ્ટમાં 33.44ની એવરેજથી 2642 રન બનાવ્યા છે. સાથે જ ટી20માં રાહુલના આંકડા પણ શાનદાર છે. તેણે 72 ટી20 મેચ રમીને 2265 રન બનાવ્યા છે. રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, કેએલ રાહુલ (પ્રથમ બે મેચમાંથી), ઈશાન કિશન, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ. , કુલદીપ યાદવ , જસપ્રીત બુમરાહ , મોહમ્મદ શમી , મોહમ્મદ. સિરાજ, પ્રખ્યાત કૃષ્ણ.

  • Follow us on: