ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિરાટ કોહલી ઘણા દિવસોથી ટેસ્ટમાં મોટી ઈનિંગ માટે સંઘર્ષ કરી રહ્યો હતો. પરંતુ ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં મુશ્કેલ સમયમાં કોહલીએ ફરી એકવાર પોતાને સાબિત કરી બતાવ્યું છે. ન્યુઝીલેન્ડ સામેની મેચમાં રન મશીને બેટ વડે 53 રન પૂરા કર્યા કે તરત જ તેણે ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 9 હજાર રન પૂરા કર્યા હતા. કોહલી આ કારનામું કરનારો ચોથો ભારતીય બન્યો છે.
ટેસ્ટમાં 9 હજાર રન પુરા કરનારા ભારતીય ખેલાડી













