ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સીરીઝની છેલ્લી અને ત્રીજી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આજે ત્રીજી ટેસ્ટ મેચનો બીજો દિવસ છે. ત્યારે હાલમાં ભારતી ટીમ મુંબઈ ટેસ્ટમાં ખૂબ જ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે.


ભારતીય ટીમના બોલરોનું શાનદાર પ્રદર્શન

ન્યૂઝીલેન્ડને પ્રથમ ઈનિંગમાં 235 રનમાં ઓલઆઉટ કરીને ભારતીય ટીમ પણ વધુ રન બનાવી શકી ન હતી અને ભારતીય ટીમ પ્રથમ ઈનિંગમાં 263 રનમાં આઉટ થઈ ગઈ હતી. જોકે ભારતીય ટીમને થોડી લીડ મળી હતી. આ મેચમાં ફરી એક વખત ભારતીય ટીમના બોલરો સારો દેખાવ જોવા મળ્યો છે. આ સિવાય ફિલ્ડિંગમાં પણ ભારતીય ખેલાડીઓ કમાલ કરી રહ્યા છે. બીજા દિવસે આર અશ્વિને આશ્ચર્યજનક કેચ ઝડપીને તમામ લોકોને ચોંકાવી દીધા હતા.

ૉ" target="_blank">https://twitter.com/BCCI/status/1852657313066234283


5 સેકન્ડમાં 19 મીટર દોડ્યા

બીજા દિવસે ન્યૂઝીલેન્ડ તરફથી ડેરેલ મિશેલ સારી બેટિંગ કરી રહ્યો હતો. તે સમયે વિલ યંગ અને મિશેલ વચ્ચે 50 રનની ભાગીદારી 28મી ઓવરમાં પૂરી થઈ હતી. આ જ ઓવરમાં મિશેલ રવિન્દ્ર જાડેજાના બોલ પર મોટો શોટ રમવા ગયો હતો પણ આર અશ્વિને માત્ર 5 સેકન્ડમાં 19 મીટરનો શાનદાર કેચ પકડી લીધો હતો. અશ્વિને પકડેલો આ કેચ જોઈને તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

રવિ શાસ્ત્રીએ કરી આ કોમેન્ટ

આ દરમિયાન કોમેન્ટેટર રવિ શાસ્ત્રી પણ પોતાને રોકી શક્યા ન હતા અને અશ્વિનનો કેચ અને જાડેજાની બોલિંગ જોઈને શાસ્ત્રીએ કહ્યું કે અન્ય સિનિયર ખેલાડીઓ તેમનું કામ કરી રહ્યા છે. શાનદાર કેચ.” અશ્વિનના કેચનો આ વીડિયો સોશિયલ મીડિયા પર હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

રવિન્દ્ર જાડેજા અને આર અશ્વિનની શાનદાર બોલિંગ

તમને જણાવી દઈએ કે બીજી ઈનિંગમાં ડેરેલ મિશેલ 44 બોલમાં 21 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. રવિન્દ્ર જાડેજાએ મિશેલને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો અને બીજી ઈનિંગ્સમાં રવિન્દ્ર જાડેજા અને આર અશ્વિનની અદ્ભુત બોલિંગ જોવા મળી હતી.

  • Follow us on: