• વર્લ્ડકપની સેમીફાઈનલ મેચમાં ભારતની શાનદાર જીત
  • ભારતે ન્યૂઝીલેન્ડને 70 રને હરાવ્યું
  • સેમીફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાને કુદરતે આપ્યો સાથ

ભારતે ન્યૂઝીલેન્ડને સેમીફાઈનલમાં 70 રને હરાવ્યું છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. શ્રેયસ અય્યર, વિરાટ કોહલી અને મોહમ્મદ શમીએ ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારતની જીતમાં કુદરતે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. શમીએ મેચ બાદ કહ્યું કે, વાનખેડે સ્ટેડિયમમાં બીજી ઇનિંગ દરમિયાન ઝાકળ પડવાની અપેક્ષા હતી. પરંતુ ઝાકળના અભાવે ટીમ ઈન્ડિયાને ઘણો ફાયદો થયો છે.

ભારતે 50 ઓવર બાદ બનાવ્યા હતા 397 રન

ટીમ ઈન્ડિયા મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરવા આવી હતી. આ દરમિયાન ભારતે 397 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 327 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ હતી. ભારત તરફથી મોહમ્મદ શમીએ 7 વિકેટ ઝડપી હતી. મેચ બાદ ટીવી પ્રેઝન્ટર સાથે વાત કરતી વખતે શમીએ કહ્યું કે, બીજી ઇનિંગમાં વધારે ઝાકળ ન હતી. જેનો ફાયદો ભારતને થયો છે. બોલિંગ દરમિયાન કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી.

ન્યૂઝીલેન્ડની ટીમ 327 રનમાં ઓલઆઉટ

કોહલીએ સેમીફાઈનલમાં ભારત માટે 113 બોલનો સામનો કરીને 117 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યરે 70 બોલમાં 105 રન બનાવ્યા હતા. શુભમન ગિલે 8 ફોર અને 3 સિક્સની મદદથી અણનમ 80 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 47 રનની ઇનિંગ રમી હતી. કેએલ રાહુલે અણનમ 39 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 327 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ હતી.

મોહમ્મદ શમીએ સેમીફાઈનલમાં 7 વિકેટ લીધી

ભારત તરફથી બોલિંગ કરતી વખતે શમીએ 9.5 ઓવરમાં 57 રન આપ્યા હતા. આ દરમિયાન શમીએ 7 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાઝ અને કુલદીપ યાદવને એક-એક સફળતા મળી હતી.

  • Follow us on: