શુભમન ગિલે વાનખેડે મેદાન પર પોતાની શાનદાર બેટિંગથી બધાના દિલ જીતી લીધા છે. શુભમન ગિલે ભારતની ધ્વસ્ત ઈનિંગને શાનદાર રીતે સંભાળી હતી અને શાનદાર બેટિંગ કરતાં 90 રનની ઈનિંગ રમી હતી.


શુભમન ગિલે રિષભ પંત સાથે મહત્વની ભાગીદારી કરી, જેના આધારે ભારતીય ટીમ ત્રીજી ટેસ્ટ મેચમાં વાપસી કરવામાં સફળ રહી. પોતાની ઈનિંગ્સના આધારે ગિલ કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓની ક્લબમાં સામેલ થઈ ગયો છે.

તેની 90 રનની ઈનિંગને કારણે ગિલ હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોના લિસ્ટમાં ચોથા સ્થાને પહોંચી ગયો છે. તેને ચેતેશ્વર પૂજારાને પાછળ છોડી દીધો, જે હવે પાંચમા સ્થાને આવી ગયો છે. પૂજારાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત માટે 35 મેચમાં 1769 રન બનાવીને શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ ગિલે હવે તેને પાછળ છોડી દીધો છે અને 29 મેચની 53 ઈનિંગ્સમાં 1799 રન બનાવ્યા છે.

 

રોહિતના નામે સૌથી વધુ રન

તમને જણાવી દઈએ કે WTCમાં ભારત માટે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ કેપ્ટન રોહિતના નામે છે, જેણે 2674 રન બનાવ્યા છે. આ યાદીમાં વિરાટ 2426 રન સાથે બીજા સ્થાને છે જ્યારે વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત 1933 રન સાથે ત્રીજા સ્થાને છે.

ગિલની ફિફ્ટી 66 બોલમાં ફટકારી અડધી સદી

ત્રીજી ટેસ્ટના પહેલા દિવસે 31 રન બનાવીને અણનમ રહેલા શુભમન ગિલે દિવસની શરૂઆત શાનદાર રીતે કરી હતી. શુભમન સારા ફોર્મમાં જોવા મળી રહ્યો હતો અને કિવી સ્પિનરોનો સામનો કરવામાં તેને કોઈ સમસ્યા દેખાઈ ન હતી. ગિલે શાનદાર બેટિંગ કરી અને 66 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી.

ફિફ્ટી ફટકારી અને પંત આઉટ થયા પછી ગિલ થોડી વધુ જવાબદારી સાથે બેટિંગ કરતો દેખાયો. ગિલ માત્ર 10 રનથી તેની કારકિર્દીની છઠ્ઠી ટેસ્ટ સદી ફટકારવામાંથી ચૂકી ગયો હતો.


  • Follow us on: