ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સિરીઝની ત્રીજી અને છેલ્લી ટેસ્ટ મેચ મુંબઈના વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ન્યુઝીલેન્ડના 235 રનના જવાબમાં ટીમ ઈન્ડિયાનો પહેલી ઈનિંગ ચાલુ છે. રોહિત શર્મા ફરી એકવાર ફ્લોપ રહ્યો હતો અને માત્ર 18 રન બનાવીને આઉટ થયો હતો.


30 રન બનાવ્યા પછી યશસ્વી જયસ્વાલે પોતાની વિકેટ ગુમાવી હતી. વિરાટ કોહલી 4 રન બનાવીને રનઆઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. શુભમન ગિલ અને રિષભ પંતની જોડી હાલમાં ક્રિઝ પર હાજર છે.

 

ગિલ-પંતની અડધી સદી પૂરી થઈ

શુભમન ગિલે 66 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી છે. ગિલનું બેટ ધૂમ મચાવી રહ્યું છે.શુભમન ગિલ બાદ રિષભ પંતે પણ પોતાની અડધી સદી પૂરી કરી છે. પંતે માત્ર 36 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી.

 

ક્લીન સ્વીપથી બચવા માગશે ભારત

ભારતીય ટીમ આ સિરીઝ હારી ગઈ છે, પરંતુ હવે તેનું લક્ષ્ય ક્લીન સ્વીપથી બચવાનું છે. દેખીતી રીતે ભારતીય ખેલાડીઓ વાનખેડે ટેસ્ટ જીતવા માટે પોતાનું સર્વસ્વ જમાવશે. ભારતે પહેલી બંને મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. 12 વર્ષ બાદ ટીમ ઈન્ડિયા ઘરઆંગણે કોઈ સિરીઝ હારી છે.

ફાસ્ટેસ્ટ ફિફ્ટીનો રેકોર્ડ તૂટી ગયો

રિષભ પંતે ભારત તરફથી રમતા ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી અર્ધશતક ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. પંતે 36 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. પંતે પૃથ્વી શોના રેકોર્ડને તોડી નાખ્યો છે. શોએ પુણેમાં રમાયેલી ટેસ્ટ મેચમાં કિવી ટીમ સામે 41 બોલમાં ફિફ્ટી ફટકારી હતી.

ગિલ સાથે મહત્વની ભાગીદારી

શુભમન ગિલ સાથે રિષભ પંતે ભારતીય ઇનિંગ્સને શાનદાર રીતે સંભાળી હતી. પોતાની વિસ્ફોટક બેટિંગના કારણે પંતે ગિલ પર વધુ દબાણ ન થવા દીધું. બંનેએ મળીને પાંચમી વિકેટ માટે 96 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. પંતે ખાસ કરીને ન્યુઝીલેન્ડના સ્પિનરો પર નિશાન સાધ્યું અને તેમને પોતાની સમગ્ર ઇનિંગમાં વર્ચસ્વ જમાવવાની કોઈ તક આપી નહીં. ગિલ-પંતની ભાગીદારીના કારણે ભારતીય ટીમ ત્રીજી ટેસ્ટમાં વાપસી કરવામાં સફળ રહી છે.

  • Follow us on: