ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ શુક્રવાર, 1 નવેમ્બરથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ મેચના એક દિવસ પહેલા જસપ્રીત બુમરાહને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.


મીડિયા રિપોર્ટ મુજબ ટીમ ઈન્ડિયા જસપ્રીત બુમરાહને મુંબઈ ટેસ્ટમાં આરામ આપવા જઈ રહી છે અને 30 ઓક્ટોબર, બુધવારે આ ભારતીય ઝડપી બોલર ટીમ છોડીને અમદાવાદમાં પોતાના ઘરે પરત ફર્યો હતો. આવી પરિસ્થિતિમાં ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામેની છેલ્લી ટેસ્ટમાં બુમરાહ વગર મેદાનમાં ઉતરશે. હવે સવાલ એ થાય છે કે જસપ્રીત બુમરાહના સ્થાને ટીમમાં કોણ આવશે?

ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમ સાથે જોડાશે

સૂત્રના જણાવ્યા મુજબ “તે મુંબઈ ટેસ્ટ નહીં રમે અને ઘરે પરત ફર્યો છે. ભારતીય ટીમ મેનેજમેન્ટ ઈચ્છે છે કે તે થોડો આરામ કરે જેથી તે પોતાનું શરીર સ્વસ્થ કરી શકે. હવે જ્યારે ટીમ ઓસ્ટ્રેલિયા રવાના થશે ત્યારે તે ભારતીય ટીમમાં જોડાશે.

જસપ્રીત બુમરાહને આગામી બોર્ડર ગાવસ્કર ટ્રોફીને ધ્યાનમાં રાખીને આ આરામ આપવામાં આવ્યો છે. ટીમ મેનેજમેન્ટ ઈચ્છે છે કે બુમરાહ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ફ્રેશ રહે.

જસપ્રીત બુમરાહ કેમ થયો બહાર?

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ટીમ મેનેજમેન્ટની વ્યૂહરચના જસપ્રીત બુમરાહને પ્રથમ પુણે ટેસ્ટમાં આરામ આપવાની હતી, પરંતુ બેંગલુરુ ટેસ્ટમાં હાર બાદ રણનીતિ બદલવી પડી અને બુમરાહ બીજી ટેસ્ટમાં રમ્યો.

જસપ્રીત બુમરાહના આઉટ થવાથી પુણે ટેસ્ટમાં આરામ આપવામાં આવેલ મોહમ્મદ સિરાજ ટીમમાં વાપસી કરી શકે છે. આવી પરિસ્થિતિમાં ભારતીય ટીમ જસપ્રીત બુમરાહ વગર વાનખેડે સ્ટેડિયમમાં પ્રવેશ કરશે.

હર્ષિત રાણાનું થશે ડેબ્યૂ?

કેટલાક અહેવાલો એવા પણ સામે આવ્યા હતા કે જસપ્રિત બુમરાહની ગેરહાજરીમાં હર્ષિત રાણા મુંબઈમાં ડેબ્યૂ કરી શકે છે, પરંતુ કોચ ગૌતમ ગંભીરે સ્પષ્ટ કર્યું છે કે હર્ષિત રાણા ટીમનો ભાગ નથી અને તે બોર્ડર-ગાવસ્કરની ટ્રોફીની તૈયારીઓ માટે ટીમ સાથે જોડાયેલ છે.

  • Follow us on: