રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2025 માટે રિટેન્શન લિસ્ટ જાહેર કર્યું છે. ફ્રેન્ચાઈઝીએ માત્ર ત્રણ ખેલાડીઓને રિટેન કરવાનો નિર્ણય લીધો છે. જેમાં વિરાટ કોહલી, બેટ્સમેન રજત પાટીદાર અને ઝડપી બોલર યશ દયાલના નામનો સમાવેશ થાય છે. બેંગલુરુએ ત્રણેય ભારતીય ખેલાડીઓને રિટેન કર્યો છે.


IPL 2025ની મેગા ઓક્શન પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પોતાના રિટેન કરાયેલા ખેલાડીઓની જાહેરાત કરી છે. ટીમે વિરાટ કોહલી, રજત પાટીદાર અને યશ દયાલના રૂપમાં ત્રણ ખેલાડીઓને રિટેન કર્યા છે.

આ ખેલાડીઓને કરવામાં આવ્યા રિલીઝ

જ્યારે ગ્લેન મેક્સવેલ, ફાફ ડુ પ્લેસિસ અને મોહમ્મદ સિરાજ જેવા અનુભવી ખેલાડીઓને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. ગત સિઝનમાં તેમનું પ્રદર્શન એટલું સારું ન હતું. આ કારણોસર ગ્લેન મેક્સવેલને રિટેન કરવામાં આવ્યો નથી.

 

આઈપીએલ ટાઈટલ જીતવામાં સફળ રહી નથી આરસીબી

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ એક વખત પણ આઈપીએલ ટાઈટલ જીતવામાં સફળ રહી નથી. ટીમ ત્રણ વખત ફાઈનલમાં પહોંચી છે, પરંતુ એક પણ વખત ટાઈટલ જીતી શકી નથી. દરેક સિઝનમાં ટીમમાં ઘણા ફેરફાર કરવામાં આવે છે પરંતુ તેમ છતાં RCB ટાઈટલ જીતવામાં નિષ્ફળ રહી છે. આ કારણથી આ વખતે મોટાભાગના ખેલાડીઓને રિલીઝ કરવામાં આવ્યા છે. ફ્રેન્ચાઈઝી આ વખતે ઓક્શન દરમિયાન વધુ સારી ટીમ બનાવવા પર નજર રાખશે.

શું વિરાટ કોહલી બનશે કેપ્ટન?

આરસીબીએ વિરાટ કોહલીને પ્રથમ રિટેન્શન તરીકે જાળવી રાખ્યો છે. તેના વિશે એવી અટકળો ચાલી રહી છે કે તે આગામી સિઝનમાં ટીમની કમાન સંભાળી શકે છે. ફાફ ડુ પ્લેસિસના રિલીઝ કર્યા બાદ તેની શક્યતા પણ વધી ગઈ છે.


  • Follow us on: